પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો દિવસે ઠેરઠેર તાપણું કરતાં જોવા મળ્યાં

Views 119

બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
ભરશિયાળે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતાં જિલ્લાના સમગ્ર  વિસ્તારોમાં લોકો દિવસે પણ ઠડીથી રક્ષણ મેળવવા માટે ઠેરઠેર તાપણું કરતા જોવા મળ્યાં હતાં.
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે.ત્યારે માવઠા ની સાથે વરસાદી માહોલ સર્જાયો છે.આ વરસાદ ને લઈને જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં તાપણું કરતાં જોવા મળ્યાં હતાં.
જિલ્લાના  ઘણાં ખેડૂતો તૈયાર થયેલ ડાંગર, કપાસ અને તુવેર ના પાકને લઈને ચિંતામાં મુકાયા છે.હાલ શિયાળો ચાલતો હોવાથી એકબાજુ ગુલાબી ઠંડી પડી રહી છે જયારે બીજી બાજુ બે દિવસથી વેહલી સવારથી જ વાવાઝોડા સાથે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઠેરઠેર તાપણું કરતાં જોવા મળ્યાં હતાં.શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોમાં ઉભો થયો છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *