કાલોલ તાલુકા વિસ્તારમાં ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ત્રણ દિવસોમાં કુલ ૧૦૫ સરપંચ અને ૩૬૫ સભ્યોના ફોર્મ ભરાયા

Views 101

બ્યુરો રિપોર્ટ- ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલ તાલુકા વિસ્તારમાં પાછલા બે દિવસોથી વરસતા કમોસમી વરસાદના વિધ્ન વચ્ચે પણ પંચાયતોની ચુંટણીના જંગમાં ઝંપલાવતા દાવેદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેથી ગુરુવારે દિવસભર રહેલા માવઠાના વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની ઉમેદવારીના ફોર્મ ભરવા માટે ઘસારાનો માહોલ સર્જાયો હતો.
કાલોલમાં ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ચોથા દિવસે ગુરુવારે વરસતા વરસાદના માહોલ વચ્ચે પણ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ૬૯ સરપંચ અને ૨૬૧ સભ્યોના ફોર્મ ભરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ૧૩ સરપંચ અને ૨૫ સભ્યોના ફોર્મ ભરાયા હતા, બુધવારે ૨૩ સરપંચ અને ૭૯ સભ્યોના ફોર્મ ભરાયા હતા અને ચોથા દિવસે ૬૯ સરપંચ અને ૨૬૧ સભ્યોના ફોર્મ ભરાયા હતા આમ પાછલા ત્રણ દિવસોમાં કુલ ૧૦૫ સરપંચ અને ૩૬૫ સભ્યોના ફોર્મ ભરાયા  જ્યારે બીજી તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણી લડવા માટે ઉત્સુક દાવેદારો હજુ પણ મોટી સંખ્યામાં ફોર્મ લેવા માટેનો ઘસારો જોવા મળતા પાછલા ત્રણ દિવસોમાં કુલ ૨૦૩૨ ફોર્મનો ઉપાડ થયો હોવાથી આમ હજુ પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર છે.
જે મુજબ આગામી બે દિવસોમાં હજુ મોટી સંખ્યામાં દાવેદારો પોતાના ફોર્મ ભરી શકે છે જેથી કાલોલ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીમાં મોટાભાગના ઉત્સુક દાવેદારો વચ્ચે ચુંટણી રસાકસીભરી બની રહે તેવો ચુંટણી માહોલ સર્જાયો છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *