ગુજરાત દલિત સમાજના વર્ષોથી પડતર પ્રાણ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા બાબત કૌશિક પરમાર દ્વારા રજૂઆત
માન.શ્રી
ગુજરાત રાજ્યમાં ઘણા લાંબા સમયથી દલિત સમાજની માંગણીઓ પડતર છે આ માંગણીઓ અંગે આજદિન સુધી અનેક જુદા જુદા કર્મશીલો,સંસ્થાઓ, સંગઠનો રજૂઆતો કરી ચુક્યા હોવા છતાં કોઈજ પરિણામ મળેલ નથી તેથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપશ્રીને રજુઆત કરુ છુ જેમાં આપ જુદા જુદા વિભાગોને માત્ર નકલ રવાના કર્યા સિવાયની રૂટિન પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યા સિવાય દલિત સમાજના વર્ષોથી પડતર પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે ખાસ પ્રયત્નો કરી જે તે વિભાગને સ્પષ્ટ સૂચના આપી દલિત સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવી દબાયેલા કચડાયેલા અને શોષિત વર્ગ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા બતાવશો.
*દલિત સમાજના પ્રાણ પ્રશ્નો અને માંગણીઓ*
1. *થાન હત્યાકાંડ અંગેનો સંજય પ્રસાદની કમિટીનો અહેવાલ જાહેર કરી તેનો સ્વીકાર કરી કાર્યવાહી કરવા બાબત.*
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ મુકામે તારીખ 22/9/2012 અને 23/09/2012 ના રોજ પોલીસ દ્વારા ટાર્ગેટ ફાયરિંગ કરીને ત્રણ નિર્દોષ દલિત યુવાનોની ઘાતકી હત્યા કરી હતી.આ બાબતની તપાસ માટે સંજય પ્રસાદના અધ્યક્ષ સ્થાને તપાસ સમિતિની રચના કરવામાં હતી.આ તપાસ સમિતિએ પોતાની તપાસ પૂર્ણ કરીને તારીખ 01/05/2013 ના રોજ ગૃહ વિભાગને પોતાનો તપાસ અહેવાલ સોંપેલ છે જોકે આ તપાસ સમિતિનો અહેવાલ રાજ્ય સરકાર જાહેર કરતી નથી.આ બાબતે વારંવાર વિધાનસભામાં જુદા જુદા ધારાસભ્યોશ્રી દ્વારા પ્રશ્નોતરી થઈ છે તેમજ માહિતી અધિકાર આયોગ દ્વારા પણ આ અહેવાલ આપવા હુકમ કરેલ હતો છતા અહેવાલ જાહેર કરતો નથી.આ કેસની તપાસ જે તે વખતે સી.આઈ.ડી.ક્રાઈમ કરતી હતી અને સી.આઈ.ડી.ક્રાઈમેં ગૃહ વિભાગને આ રિપોર્ટ આપવા વારંવાર કહેલું છતાં રિપોર્ટ આપવામાં આવેલ નહીં અને આ કેસમાં ભોગ બનનાર હજુ પણ ન્યાયથી વંચિત છે.આ કેસમાં હજુપણ એક આરોપી પોલીસ પકડથી બાર છે.આ રિપોર્ટ જાહેર ન થવાથી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નહીં પણ પ્રજા વિરોધી અભિગમ જણાય છે તેથી ઝડપથી સંજય પ્રસાદની તપાસનો રિપોર્ટ જાહેર કરવા અમારી માંગ છે તેમજ તે રીપોર્ટમાં કરવામાં આવેલી ભલામણ મુજબ તત્કાળ કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે.
2. *બજેટમાં દલિતો માટેની નાણાકીય જોગવાઈનું પાલન થાય તેના અમલ માટે સ્વતંત્ર કાયદો ઘડવો*
રાજ્યમાં ફાળવવામાં આવતા બજેટમાં અનુ.જાતિ,અનુ.જન જાતિના નાણાં અન્ય જગ્યાએ ખર્ચાઈ જાય છે દલિત,આદિવાસીને વધુ કાંઈ ન આપતી આ સરકારે કમસેકમ તેમના હકનું તો ન જ છીનવવું જોઈએ. દલિત,આદિવાસીઓ માટે જે નાણાકીય જોગવાઈ બજેટમાં કરવામાં આવી હોય તે નાણાં અન્ય જગ્યાએ ન વપરાઈ તે માટે ખાસ અંગભુત માટેનો કાયદો તાત્કાલિક બનાવવા મારી માગણી છે,આ બાબતે વર્ષોથી દલિતો માંગ રહી રહયા છે અને વખતો વખત તેની રજૂઆતો પણ થઈ છે.તેથી ખાસ અંગભુત માટેનો કાયદો રાજ્ય સરકાર સામે ચાલીને બનાવી દલિતો પ્રત્યેની પ્રતિબદ્ધતા બતાવે તેવી ગુજરાત દલિત સમાજ વતી અમારી માંગ છે.
3. *રાજ્યમાં અનુ.જાતિ આયોગની રચના કરવી*
આઝાદ ભારતને આટલા વર્ષો વીત્યા બાદ પણ ગુજરાત રાજ્યમાં અનુ.જાતિ આયોગની રચના કરવામાં આવી નથી.બિન અનામત આયોગની ઝડપથી રચના કરતી રાજ્ય સરકાર જાણે કે અનુ.જાતિ આયોગની રચના કરવા માંગતી ન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.વર્ષોથી આ માંગ થયેલી છે.નિયામકશ્રી,અનુ.જાતિ કલ્યાણ,ગુજરાત રાજ્ય,ગાંધીનગર દ્વારા આયોગની રચના કરવા માટે
તારીખ 04/02/2017 ના પત્ર ક્રમાંક:અજાક/છ-2/2016/31 થી રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપેલ છે જે હજુ સુધી પેન્ડિંગ છે અને હજુ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી, અનુ.જાતિ આયોગ બનાવવા અનેક સંગઠનો,સંસ્થાઓ,નિસબત ધરાવતા નાગરિકો,તેમજ જુદા જુદા ધારાસભ્યો દ્વારા રજુઆત થયેલી છે જેમાં તત્કાળ નિર્ણય લઈને આયોગની રચના કરવા અમારી માંગ છે.
4. *અનામતના અમલીકરણ અંગેનો (રિઝર્વેશન એકટ) કાયદો બનાવવો*
ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર અનામતની નીતિનો ભંગ થાય છે.રાજ્યમાં અનામતના અમલીકરણ માટે કોઈ કાયદો જ નથી અને અનામતની અમલ માત્ર એક ઠરાવથી થાય છે.આ બાબતે પણ દલિતો વર્ષોથી માંગ કરી રહયા છે.અનામતનો કાયદો ન હવાના પરિણામે દલિત,આદિવાસી સાથે સરકારી ભરતીમાં આ સરકાર પોતેજ વારંવાર અન્યાય કરે છે તેથી તાત્કાલિક ધોરણે અનામતના અમલીકરણ અંગેનો કાયદો બનાવવા અમારી માંગ છે.
5. *ઉના કાંડ વખતે મુખ્યમંત્રીએ આપેલા વચનોનો અમલ કરવો*
11 જુલાઈ 2016 ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામના દલિતો ઉપર બે રહેમ અત્યાચાર બનાવટી ગૌ રક્ષકો દ્વારા કરવામાં આવેલ જે બાદ રાજ્યમાં મોટું દલિત આંદોલન થયેલ, જે બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોટા સમઢીયાળાની મુલાકાત કરી ભોગ બનનારને સરકારી નોકરી,બી.પી.એલ.કાર્ડ, ઘરથાળના પ્લોટ સહિત જમીન બાબતે પ્રોમિસ આપેલ હતું જે બાબતો બાદમાં રાજ્ય સરકારના ગુજરાત પાક્ષીકમાં પ્રગટ પણ થઈ હતી જેનો અમલ આજદિન સુધી થયેલ નથી તેનો તત્કાળ અમલ કરવો.
6. *ભાનુભાઈ વણકર આત્મ વિલોપનની બાદ સરકારે આપેલ લેખિત ખાતરી પૂર્ણ કરો*
ઉના કાંડમાં રાજ્ય સરકાર બોલેલું ફરી ગઈ છે પણ ભાનુભાઈ વણકર આત્મ વિલોપન કેસ જોઈએ તો રાજ્ય સરકાર લખેલું પણ ભૂલી જાય છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભાનુભાઈ વણકર આત્મ વિલોપન કેસ બાદ રાજ્ય સરકાર વતી 06 અધિકારીઓ એ 08 લેખિત માંગણીઓ સ્વીકારેલ હતી. તેમાં એક મુદ્દો એ હતો કે ભાનુભાઈ વણકરના આત્મ વિલોપન બાદ થયેલા આંદોલનને પગલે જે દલિત કાર્યકર્તાઓ ઉપર ફોજદારી કેસો થયેલા હશે તે રાજ્ય સરકાર પરત ખેંચશે પણ રાજ્ય સરકાર આ લખેલું પણ ભૂલી ગઈ છે,તેથી આ માંગ તો અમારું આ આવદેન મળ્યાંને તુર્ત સ્વીકારવી જોઈએ,અમો અરજદારે આ અંગે માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી માહિતી માંગેલ હતી જેમાં ગૃહ વિભાગ દ્વારા એવું જણાવવામાં આવેલું કે હજુ સુધી આ માંગ રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે.આ બાદ અમોએ ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીને લીગલ નોટિસ આપેલ હતી જેમાં તેઓના વતી જે જવાબ મળ્યો તેમાં પણ અમોને જણાવવામા આવેલ કે આ માંગ હજુ રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે.પ્રજાલક્ષી કહેવાતી અને વાઇબ્રન્ટ કહેવાતી આ રાજ્યની સરકાર એક માણસ આત્મ વિલોપનની અરજી આપે ત્યાં સુધી કસુય કરે નહીં અને તે વ્યક્તિ આત્મ વિલોપન કરી નાખે તે બાદ તેના સમાધાનના ભાગ રૂપે દલિત સમાજને આપેલી લેખિત બાંહેધરી પણ ભૂલી જાય તેને આપ પ્રજાલક્ષી કેવી રીતે માની શકો ? આ ઘોર પ્રજા વિરોધી અને દલિત વિરોધી રાજ્ય સરકાર પાસે શરમ જેવું કસું પણ હોય તો આ નિર્ણય આ રજુઆત મળ્યાંના તત્કાળ સ્વીકારવી એવી અમારી રજુઆત છે.
7. *ઉના આંદોલન બાદ દલિતો ઉપર થયેલા ખોટા કેસો તેમજ સુપ્રીમ કૌંર્ટના એટ્રોસિટી ચુકાદા બાદ 2 એપ્રિલના ભારત બંધ દરમિયાન દલિતો ઉપરના ખોટા કેસો પરત ખેંચો*
રાજ્ય સરકારે પાટીદાર આંદોલન બાદ થયેલા કેસો પરત ખેંચી પ્રજાલક્ષી અભિગમ બતાવ્યો છે પણ આવું દલિતો ઉપરના કેસો પરત ન ખેંચી એક પ્રકારની આભડછેટ રાખી છે.ઉના આંદોલન બાદ અને સુપ્રિમના એટ્રોસિટીના ચુકાદા બાદ 2 એપ્રિલના રોજ ભારત બંધ દરમિયાન જે દલિત આંદોલન થયું તેમાં અનેક નિર્દોષ દલિતો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા.આ કેસો પરત ખેંચવા અનેક વાર માંગ થયેલ છે.રાજ્ય સરકારે પોતે પણ દલિત,પાટીદાર,ઠાકોર, કરણીસેના ના કેસો પરત ખેંચાશે એવી જાહેરાત પણ કરી છે પણ હજુ સુધી તેનો અમલ થયો નથી તેથી આ બાબતે ઝડપથી નિર્ણય લઈને કેસો પરત ખેંચવામા આવે એવી અમારી માંગ છે.
8. *અનુ.જાતિના સરપંચો ઉપર કરવામાં આવતી ખોટી અ-વિશ્વાસની દરખાસ્તો રોકવા તેમજ તેઓની જુદી જુદી રીતે થતી હેરાનગતિ રોકવા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના કાયદામાં સંશોધન લાવવા બાબત*
રાજ્યમાં અનેક એવા બનાવો બન્યા છે જેમાં અનામતની સીટ ઉપરથી ચૂંટાઈ આવતા દલિત સરપંચો ઉપર ખોટી રીતે અ-વિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે છે તેમજ તેઓની જુદી જુદી રીતે હેરાનગતિ કરવામાં આવે છે.આ બાબતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના કાયદામાં સંશોધન લાવી દલિત સરપંચો ઉપર કરવામાં આવતી ખોટી અ-વિશ્વાસની દરખાસ્તો તેમજ તેઓની હેરાનગતિ અટકાવવા અમારી માંગ છે.આ બાબતે અગાઉ અનેક વિભાગો તેમજ લાગુ પડતા વિભાગોમાં રજુઆત કરવામાં આવી છે જેમાં (પંચાયત વિભાગ) નાયબ વિકાસ કમિશનરના તારીખ 14/05/2019 ના પત્ર ક્રમાંક નં. વિક/પંચાયત-2/વશી/2019/1292 ના પત્રથી જણાવેલ છે કે આ બાબતે નામદાર હાઇકૌર્ટ એસ.સી.એ.નં.1838/2012 મા આ અંગેની છણાવટ કરેલ છે અને તે અંગે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56ની જોગવાઈઓમાં માન્ય રાખેલ છે. એમ જણાવેલ છે જોકે પંચાયત વિભાગના નાયબ કમિશનરે કોઈ પણ જાતના લોજીકનો ઉપયોગ કર્યા વગર મનગડંત વાત લખીને જવાબ આપેલ છે, હાઇકૌર્ટનો ચુકાદો જુદી વાત છે અમોએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના કાયદામાં સંશોધનની માંગ કરેલ છે જ્યારે પંચાયત વિભાગ જે કાયમી કોઈ પણ પ્રકારના જવાબ ન આપી દલિતો સાથે ભેદભાવને જાણે કે સ્વીકારી લેય છે એમ ગોળ ગોળ જવાબ આપે છે,તેથી આ બાબતે તત્કાળ દલિત સરપંચો ઉપર કરવામાં આવતી ખોટી અ-વિશ્વાસની દરખાસ્તો રોકવા તેમજ તેઓની જુદી જુદી રીતે થતિ હેરાનગતિ રોકવા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના કાયદામાં સંશોધન કરવા અમારી માંગ છે.
9 *દલિત અત્યાચાર બાબતે*
દલિત અત્યાચારની ઘટના બાદ દલિતોને નીચે મુજબની તકલીફોનો સામનો કરવો પડે છે જેમાં તત્કાળ સૂચના આપી કાર્યવાહી કરવી.
– દલિત એટ્રોસિટીની ફરિયાદ બાદ દલિતો ઉપર ખોટી ઉપજાવી કાળેલી,દલિતો ઉપર દબાણ લાવવાના હેતુથી ખોટી ક્રોસ ફરિયાદ કરવામાં આવે છે જેને અટકાવવા તત્કાળ કાર્યવાહી કરવી.
– દલિત અત્યાચારના કેસોમાં પોલીસ આરોપીઓની તત્કાળ ધરપકડ કરતી નથી અને હાઇકૌર્ટમા સ્ટે લાવી આપવા જાણે કે મદદરૂપ બને છે.
દલિત અત્યાચારના કેસોમાં 60 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવતું નથી તેથી આવા તપાસ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી.
– દલિત એટ્રોસિટીના કેસોમાં આગોતરા જામીનની જોગવાઈ ન હોવા છતાં હાઇકૌર્ટમા થી આગોતરા જામીન આપવામાં આવે છે તેમજ સ્ટે પણ આપવામાં આવે છે તેથી સરકારી વકીલોને કાયદા વિભાગ દ્વારા આવું ન થાય તે માટે ખાસ સૂચના આપવી અને આવું થાય તો રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમમાં અપીલ દાખલ કરવી.
– રાજ્ય સ્તરીય મોનીટરીંગની બેઠક યોગ્ય સમયે યોજાતી નથી તેમજ જિલ્લા સ્તરીય સમિતિની બેઠક પણ સમયસર યોજાતી નથી તેથી આ બેઠકો નિયમિત મળે તે માટેની કાર્યવાહી કરવી તેમજ આ બેઠકોમાં ખાસ તો સરકારી વકીલોની કામગીરીની સમીક્ષા કેટલા કેસોમાં સજા મળી તેના આધારે જ કરવી.
ઉપરોક્ત દલિત એટ્રોસિટીના કેસોમાં માંગણી મુજબ તત્કાળ કાર્યવાહી કરવા વિનંતી છે..
10. *સ્પેસયલ ડિજિકનેટેડ કૌંર્ટની સ્થાપના*
રાજ્યમાં એક પણ સ્પેસયલ ડિજિકનેટેડ કૌંર્ટની સ્થાપના કરવામાં આવેલ નથી,એટ્રોસિટી એકટના કાયદા મુજબ દરેક જિલ્લામાં સ્પેસયલ ડિજિકનેટેડ કૌંર્ટ હોવી જોઈએ જેમાં માત્ર એટ્રોસિટીના કેસ જ ચાલે જોકે રાજ્યમાં આવી એક પણ કૌંર્ટ નથી. જે કૌંર્ટને સ્પેસયલ ડિજિકનેટેડ કૌર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમાં અન્ય કેસો ચલાવવામાં આવે છે જેના કારણે એટ્રોસિટીના કેસોને અસર પડે છે તેથી આવું ન બને તે માટે દરેક જિલ્લામાં સ્પેસયલ ડિજિકનેટેડ કૌર્ટની બનાવવી એવી અમારી માંગણી છે.
11. *એક ગામ એક સ્મશાણ*
રાજ્યના દરેક ગામોમાં જ્ઞાતી આધારિત અલગ અલગ સ્મશાણ બનાવવામાં આવી રહયા છે.ખુદ રાજ્ય સરકાર આવા સ્મશાણ બનાવી ભેદભાવ કરી કરી રહી છે,તેથી રાજ્ય સરકારે એક ગામ એક સ્મશાણની નીતિ બનાવવી જોઈએ તેમજ આના અમલ માટે ખાસ પ્રોત્સાહિત યોજના અમલમાં મુકવી જોઈએ.ભેદભાવ અટકાવવા આ અત્યંત જરૂરી છે.તેથી તત્કાળ આ બાબતે એક ગામ એક સ્મશાણની નીતિ રાજ્ય સરકાર બનાવે તેવી અમારી માંગ છે,ભેદભાવ અટકાવવા આ માટે દલિતોએજ રજુઆત કરવી પડે તે શરમજનક સ્થિતિ છે તેથી આ બાબતે તત્કાળ નીતિ બનાવવા અમારી વિનંતી છે.
12. *તાલુકા લેવલે લેન્ડ કમિટીની બેઠક નિયમિત બોલાવવા અંગે*
દરેક તાલુકામાં લેન્ડ કમિટીની બેઠકો મળતી જ નથી આ મિટિંગમાં ગામડાઓમાં ઘરથાડના પ્લોટ આપવા તેમજ નવી જમીનોની ફાળવણી અંગેના નિર્ણય લેવામાં આવતો હોય છે.લેન્ડ કમિટીની બેઠક નિયમિત ન યોજાતી હોવાના કારણે રાજ્યના ગરીબ નાગરિકો સાથે અન્યાય થાય છે તેથી તમામ તાલુકાઓમાં લેન્ડ કમિટીની બેઠક ફરજીયાત સમયાનુસાર મળે તે માટે ખાસ સૂચના આપવી અને તેમની અમલવારી કરાવવી.
13. *અનુસુચિત જાતીના ભૂમિહિન લોકોને ખેડૂત તરીકેનો દરજ્જો આપવા બાબત*
વર્ષોથી અનુ.જાતી નો વર્ગ જમીન મજૂરી સાથે સંકળાયેલ છે હાલ પણ ગામડાઓમાં ખેત-મજૂર તરીકે અથવા ભાગિયા તરીકે આ વર્ગના લોકો કામ કરે છે.
સરકાર દ્વારા ખેડૂતો માટે PM-Kissan, પાક ધિરાણ, ફસલ બીમાં યોજના વગેરે જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ ઘડવામાં આવી છે અનુ સૂચિત જાતિ ના ખેતી ક્ષેત્રે સંકળાયેલા લોકો ને તેનો લાભ મળવો ખૂબ જરૂરી છે પરંતુ અનુ.જાતી ના લોકો *ખેડૂત તરીકેનો દરજજો ધરવતા ના હોવાથી* તેમના સુધી સરકારશ્રીની ઉક્ત યોજનાઓના લાભ પહોંચી શકતા નથી. આથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા તમામ અનુસુચિત જાતિના ખેતમજૂરો/ભાગિયા/પડતર જમીન પર ખેતી કરતા તમામ ઈસમોને સરકાર દ્વારા ઠરાવ કરી ખેડૂત તરીકેનો દરજ્જો આપવામાં આવે. આમ કરવાથી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો *(ખાસ કારીને pm-kissan યોજના જે 100% કેન્દ્ર સરકાર પ્રયોજિત છે તેનો લાભ રાજ્ય સરકાર પર એક પણ રૂપિયાના ભારણ વગર)* ખેતીક્ષેત્રે કાર્યરત અનુસૂચિત જાતિના જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચશે અને તેઓ આર્થિક રીતે પગભર બનશે..
જ્યાં સુધી અનુ.જાતિના લોકો જમીન સાથે જોડાશે નહીં ત્યાં સુધી આર્થિક રીતે પગભર થઈ શકશે નહીં એવું અમારું સ્પષ્ટપણે માનવું છે.
*14. શહેરી વિસ્તારોમાં વસતા અનુ.જાતિનાલોકો માટે ખાસ સહાય યોજના બનવવા માં આવે*
અનુસૂચિત જાતિના લોકોની શહેરી વિસ્તાર નોંધપાત્ર વસ્તી છે જે ખૂબ દયનીય સ્થતીમાં અત્યંત નીચા જીવનધોરણ સાથે જીવન ગુજારે છે. ભૂતકાળ માં શહેરી વિસ્તારોમાં કાપડ ની મિલો ના કારણે ઘણા કુટુંબો ગામડા છોડીને શહેરમાં સ્થાઈ થયા હતા પરંતુ મિલો બંધ થવાથી તે તમામ પરિવારો ખૂબ સંકટમાં મુકાઈ ગયા છે.. આજે એક પેઢી ગુજરી ગયા છતાં મોટા ભાગના બંધમીલ કામદારના પરિવારો તથા અન્ય પણ ખૂબ સંકટમાં જીવી રહ્યા છે.. આવા શહેરી વિસ્તારના અનુ.જાતિ ના ઈસમો માટે ખાસ યોજના બનાવી PM-kissan ના તર્જ પર CM-કામદાર સન્માન યોજના ચલાવી Rs.12000 વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવે તથા તેમને પગભર કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવે એવી અમારી માંગ છે.
આમ ઉપરોક્ત અમારી દલિત સમાજના હિતમાં એક જાગૃત નાગરિક તરીકે રજુઆત છે જેનો તત્કાળ અમલ કરવા અમારી માંગ છે.
આપનો વિશ્વાસુ
કૌશિક પરમાર
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
ગુજરાત દલિત સમાજના વર્ષોથી પડતર પ્રાણ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા બાબત કૌશિક પરમાર દ્વારા રજૂઆત
Views 104