રાજકોટમાં હોટલના ચોથા માળેથી પડી ગયેલી બાળકીનું મોત ,પરિવાર મહારાષ્ટ્રથી આવ્યો હતો

Views 139

રંગીલા રાજકોટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના દરેક એ માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનો મામલે બેદરકારી દાખવે છે. રાજકોટમાં ગોંડલ રોડ પાઇનવિન્ટા હોટલમાં રમતા રમતા બાળકી ચોથા માળથી નીચે પટકાઈ હતી. નીચે પટકાતા જ બાળકીનું મોત નિપજ્યુ છે.
રાજકોટની હોટલમાં ચોથા માળેથી નીચે પટકાયેલી બાળકીનું મોત, મહારાષ્ટ્રથી આવ્યો હતો પરિવાર

રાજકોટ :રંગીલા રાજકોટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના દરેક એ માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના સંતાનો મામલે બેદરકારી દાખવે છે. રાજકોટમાં ગોંડલ રોડ પાઇનવિન્ટા હોટલમાં રમતા રમતા બાળકી ચોથા માળથી નીચે પટકાઈ હતી. નીચે પટકાતા જ બાળકીનું મોત નિપજ્યુ છે.

No description available.

રાજકોટના ગોંડલ રોડ પર પાઈનવિન્ટા હોટલ આવેલી છે. આ હોટલમાં મહારાષ્ટ્રના પૂણેનો પરિવાર આવ્યો હતો. જેમની બાળકી ચોથા માળથી નીચે પટકાઈ હતી. હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા મોત થયું છે.

No description available.

બાળકી પટકાવાની સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે અત્યંત હૃદયદ્રક છે. બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ બાળકીને સરકારી હોસ્પિટલ PM માટે ખસેડવામાં આવી છે.

No description available.

પ્રાથમિક તપાસમાં બાળકી મોબાઈલમાં વાત કરતી વેળાએ પડી હોવાની તપાસમાં આવ્યું છે. જોકે, ખરુ કારણ હજુ બહાર આવ્યુ નથી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *