પંચમહાલ:-કાલોલ શહેર ના મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ નિમિતે કોરોના ની મહામારીમાંથી વિશ્વ બહાર આવે તેવી પ્રાર્થના કરવામાં આવી.
હાલમાં સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના મહામારીના કારણે અલગ અલગ તહેવારો, મેળાઓ,ધાર્મિક કાર્યક્રમો ,ગણપતિ મહોત્સવ ,મોહરમ વગેરે માં ભીડ એકત્રિત ના થાય તે માટે પ્રતિબંધ મુકેલો છે.ત્યારે રવિવારે દેશમાં ઇસ્લામ ધર્મના સ્થાપક અને અંતિમ પૈગંબર હજરત મુહમદ સાહેબના દોહિત્ર હજરત ઈમામ હુસેન એ સત્યતાની કાજે ઈરાકના રેતાળ પ્રદેશ ના તપતા મેદાનમાં યુદ્ધ ખેલી પોતાના ૭૨ પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહીદી પામી ઇતિહાસ ના પાને અમર થઈ જઈને આ બલિદાન ની યાદમાં સદીઓ વીત્યાં પછી આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી શાનો સોકતથી કરવામાં આવે છે અને તેના ભાગરૂપે શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે.પરન્તુ આ વર્ષે કોરોના મહામારીના કારણે બિલકુલ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. કાલોલ શહેર માં પણ ઘણા સમયથી અનેક પ્રકારના કલાત્મક તાજિયા બનાવીને અદભૂત સજાવટ કરવામાં આવે છે.અને પોતાના મહોલ્લામાં સરઘસ કાઢીને કાલોલ જુમ્મા મસ્જિદ પાસે નુરાની ચોકમાં દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે.પરંતુ આ વર્ષે કોરોના જેવી જીવલેણ બીમારીને કારણે મોહરમ પર્વને લઈને કાલોલ મુસ્લિમ સમાજની વિવિધ કમિટીના હોદેદારો જેમાં મોગલવાળા, કસ્બા,કાણાવાગા,આશિયાના અને કાશીમાબાગ તાજીયા કમિટીના આયોજકો ભેગા થઈ નક્કી કર્યા પ્રમાણે મોહરમ પર્વ નિમિત્તે પોત પોતાના વિસ્તારોમાં પાંચ ફૂટના તાજીયા બનાવીને સાદગીથી મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ બે દિવસ રોજા રાખી કુરાન શરીફ નું પઠન કરી તથા નમાજ પડી આ પવિત્ર દિવસે આ કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ શહેર ના મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ નિમિતે કોરોના ની મહામારીમાંથી વિશ્વ બહાર આવે તેવી પ્રાર્થના કરવામાં આવી.
Views 64