પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ ના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેશતનાબુદ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય અને નાયબ પોલિસ અધિકારી શ્રી એચ.એ.રાઠોડ સાહેબ ,હાલોલ નાઓની જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ કાલોલ પોલિસ સ્ટેશનના સિનિયર પો.સ.ઈ. શ્રી એમ.એલ.ડામોરનાઓને રાત્રીના ત્રણેક વાગ્યે ખાનગી રાહે બાતમી મળેલ કે એક બોલેરો ગાડી નં. GJ 17 AH-1320 માં ભારતીય બનાવટનો પર પ્રતિય ઈંગ્લીશ દારૂ ગાડી માં ભરી આવે છે અને તે મલાવ તરફથી આવીને અલવા-કંડાચ થઈ બેઢિયા જવાની છે અને તે દારૂનો જથ્થો બેઢિયા ગામના યોગેશભાઈ નટુભાઈ ચૌહાણ દ્વારા મંગાવેલ છે તેવી બાતમી હકીકત મળેલ જે આધારે કાલોલ પોલીસે રાત્રીના સમયમાં પેટ્રોલીંગ દરમિયાન મલાવ-અલવા-કંડાચ થઈને બેઢિયા જવાના રોડ ઉપર નાકાબંધી કરી હતી તે સમય દરમિયાન સવારે ૩/૪૫ કલાકે બોલેરો ગાડી આવતાં તેની સામે ઉભી રાખવા બેટરીના લાઈટથી ઈશારો કર્યો હતો પરંતુ તે ગાડી ચાલક અલવાથી કંડાચ તરફ જવાના રોડ ની સાઈડમાં થઈને ગાડી લઈને ભાગવા લાગ્યો હતો પરંતુ ગાડી આગળ જતાં વળાંકમાં રોડની સાઈડમાં ઉતરી જતાં બોલેરો ગાડી બંધ પડી ગઈ હતી અને અંધારાનો લાભ લઈને ગાડીનો ચાલક નીલગીરી ના ખેતરોમાં જાડી જાખરમાં થઈ ભાગી ગયો હતો .જેથી રોડની સાઈડમાં ઉતરી ગયેલ બોલેરો ગાડી નંબર જોતાં GJ 17 AH-1320 હતી.તેમાં તપાસ કરતાં ગાડીના વચ્ચેના ,આગળના ભાગમાં સીટો ઉપર ખાખી કલરનાં પુઠ્ઠાની પેટીઓમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ વિદેશી દારૂના પ્લાસ્ટિકના કાટરીયા અને બિયરના ટીન ભરેલા હતા.રાત્રીનો સમય હોવાથી બોલેરો ગાડી પોલીસ સ્ટેશન લાવી તેમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો જોતાં તેમાં રોયલ કવાટરીયાની પેટીઓ નંગ-૫૨ જેમાં કવોટરીયા નંગ-૨૪૯૬ કિંમત રૂ.૨,૪૯,૬૦૦/- તથા માઉન્ટસ ૬૦૦૦ ના ટીન બિયરની પેટીઓ નંગ-૦૪ જેમાં ટીન નંગ-૯૬ કિંમત રૂ.૧૧૦૪૦/- તેમાં કુલ કિંમત મળીને રૂ.૨,૬૦,૬૪૦/- તથા બોલેરો ગાડી નંબર-GJ 17 AH-1320 ગાડીની કિંમત રૂ.૩,૫૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂ.૬,૧૦,૬૪૦/- નો મુદ્દામાલ પકડી પાડી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર આરોપી યોગેશભાઈ નટુભાઈ ચૌહાણ રહે.બેઢિયા,તા-કાલોલ તથા બોલેરો ગાડીનો ચાલક તથા મહિન્દ્રા બોલેરો ગાડી નંબર-GJ 17 AH-1320 ના માલિકની વિરુદ્ધ માં પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(એ),૬૫(ઇ),૧૧૬ બી ,૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ:- ભાવિનભાઈ પરમાર