સરકાર ની ગાઈડ લાઈન અને ગંભીરતાથી અનુસરીને તેમજ લાખો ભાવિક-ભકતો ના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર સાથે ગહન ચર્ચા કરી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી તા.૧૬-૧૦-૨૦૨૦ થી તા.૦૧–૧૧–૨૦૨૦ સુધી ભાવિક-ભકતો માટે માતાજીના દર્શનનો લાભ નહી મળી શકે એટલે કે ભાવિક-ભકતો માટે મંદિર બંધ રહેશે. તા૦૨-૧૧-૨૦૨૦થી ભાવિક-ભક્તો માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે.
જેથી ભાવિક-ભક્તોની શ્રદ્ધા તેમજ લાગણીને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ તળેટી ખાતે તેમજ વડા તળાવ પાસેના પંચમહોત્સવ મેદાન ખાતે મોટા એલઈડી સ્ક્રીન ઉપર માતાજીના લાઈવ દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે,જેનો ભાવિક-ભકતો લાભ લઈ શકશે તેમજ મંદિરની વેબસાઈટ www.Pawagadhtemple.in ઉપર પણ માતાજી ના લાઈવ દર્શન થઈ શકશે.નવરાત્રી દરમ્યાન માતાજી ના નિજ મંદિરમાં માતાની સેવા પૂજન ચાલુ રહેશે.
રિપોર્ટર નવનીત ભાઈ ગોહિલ પંચમહાલ હાલોલ
પંચમહાલ હાલોલ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ને લાગ્યું કોરોના નું ગ્રહણ.
Views 54