પંચમહાલ કાલોલ ના પીંગળી ગામમાં વીર શહિદ કીર્તનસિંહ પ્રા. શાળા માં પોલીસ ફ્લેગ ડે ની ઉજવણી કરવામાં આવી.

Views 59

કાલોલ તાલુકા નું જાણીતું ગામ પીંગળી જયાં આ દેશ ની રક્ષા માટે શહીદી વહોરી છે એવા વીર સપુત ના પિતા પૃથ્વીસિંહ અને માતા કનુબેન ના કુખે જન્મ ૦૨/૦૮/૧૯૮૪ ના રોજ પીંગળી થયો હતો.તેમનો વિગતે પરિચય તેમના જ સહ અધ્યાઈ સાહિત્યકાર ,એસ. એમ. સી ,શિક્ષણવીદ વિજય વણકર” પ્રીત “જણાવે છે કે તેઓ ભણવામાં પણ હોશિયાર હતા અને ક્યારેક અમે મારા આ મિત્ર ના બેગમાંથી અમે શ્રાવણ માસમાં લાડુ જાતે કાઢી ને ખાઈ જતા અમારા માટે એ હંમેશા સ્નેહી જ હતો, તેમનુ પ્રાથમિક ઘડતર પીંગળી પ્રાથમિક શાળા માં જ થાય છે વળી પિતા પણ સૈનિક દળ માં જ જોડાયેલ ખરાં એટલે કીર્તન નાં પિતા ની વાતો થી તેમણે પણ દેશ ની સેવા કરવા નું જ નક્કી કરી દીધું હતું . આમ સમય જતાં ૨૨/૦૧/૨૦૦૭ ના રોજ તેમની CRPF કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ માં આરક્ષક ના પદ પર નિમણૂક થઈ તેઓએ બુનિયાદી તાલીમ લીધા પછી તેમને ઔ. સુ. દળ ની ઈકાઈ નાલકો ,દામનજોડી કોરાયૂટ (ઓડિસા) માં તૈનાત કર્યા ત્યાં દારૂગોળા નાં ભંડાર પર ફરજ પર હતા તે દરમિયાન લગભગ ૪૦૦ જેટલા નકસલવાદીઓએ દારૂગોળા ભંડાર ને લૂંટવા ના ઇરાદાઓ થી હુમલો કર્યો હતો. તે હુમલા ને જીતી ને અંત સુધીમાં લડત આપીને તમામ શક્તિઓ પુરી થતા અસફ્ળ થતાં કીર્તનસિંહ વીર શહિદ થયા.
આ સમયે તેમને યાદો રૂપી શ્રદ્ધા સુમન અર્પણ કરી ડિબેટ નું આયોજન કર્યું હતું જેમાં વિશેષ જાણકારી મળી હતી.આ સમયે શાળા ના આચાર્ય વિજય પરમારે અને શિક્ષક મિત્રો નો સહકાર સૉંપળ્યો હતો.યુવા મિત્ર દિલીપ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અંત માં કાર્યક્રમ પુર્ણ જાહેર કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *