પંચમહાલ ડેરીની તાણાશાહી સામે ભાજપનાં અગ્રણીઓ અને ડેરીનાં ચેરમેન, સેક્રેટરી ની બેઢિયા મુકામે બેઠક યોજાઈ
કાલોલ તાલુકાના સમા દેવચોટીયા ખાતે પંચમહાલ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પડતર પ્રશ્નો અંગે માંગ કરતાં અચાનક કાલોલ તાલુકાના કાનોડ અને ભેડીદ્રા દુધ મંડળીને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના માત્ર ફોન કરીને જાણ કરી હતી કે મંડળી બંધ કરવામાં આવી છે.જેના પગલે કાલોલ તાલુકા કાનોડ દુધ મંડળીના ચેરમેને પંચમહાલ ડેરીની તાણાશાહી સામે અનેક પ્રશ્નો અંગે માંગ પુરી કરવાનુ બીડું ઝડપી અગાઉ કાલોલના બેઢિયા જલારામ મંદિર ખાતે એક મિટિંગ યોજી કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને જીલ્લા કલેકટર અમિત અરોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેના ભાગ રૂપે ૨૬ ઓક્ટોબરના રોજ કાલોલ તાલુકા આ ધારાસભ્ય ની આગેવાની હેઠળ જલારામ મંદિર ખાતે ફરી એકવાર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાલોલ -ઘોઘબા ના ભાજપના નેતાઓ, તમામ દૂધ મંડળીના ચેરમેન,સેક્રેટરીઓ ,તેમજ સરપંચો જલારામ મંદિર બેઢિયા ખાતે કોરોના મહામારીમાં મોરચો માંડ્યો હતો. આમ આ મોરચામાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ડેરીઓના અનેક પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે કરેલ રજુઆતોને આશ્વાસન આપવા ભાજપના હોદ્દેદારો દ્વારા તેમની રજૂઆતોને સરકાર સુધી પહોંચાડવાની બાંહેધરી આપી હતી.જેમ બને તેમ વહેલી તકે આ દૂધ મડળીઓના પ્રશ્નોનુ નિવારણ લાવવા જણાવ્યુ હતું.
કાનોડ દૂધ મંડળીના ચેરમેન પ્રવિણભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર કાનોડ માં ચાલતી દુધ મંડળીને તાળા મારી અને હાલ પંચમહાલ ડેરીના વહીવટી તંત્રએ કાનોડના કોગ્રેસ પક્ષના આગેવાનોને બીજી દૂધ મંડળી સોંપી તે કેટલા અંશે જવાબદાર છે.?તેવા પ્રશ્નને પણ દોહરાવવામાં આવ્યાં હતો.તેમજ તેમના દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે જો આ પ્રશ્ન નું જલ્દીથી નિરાકરણ નહિ આવે તો કાલોલમાં પાર્ટીને ઘણું નુકસાન ભોગવવું પડશે.
જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિ થાય તો પાર્ટીને ઘણું નુકશાન ભોગવવું પડશે….પ્રવિણસિંહ ચૌહાણ
Views 54