ધાનેરા તાલુકાના લાંચિયા ASI ના ઘરે એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું

Views 364

ધાનેરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા પશુકૃરતા નિવારણના કેસમાં રૂપિયા 75 હજારની લાંચ લેતા એ.એસ.આઈ અને વચેટિયાને બનાસકાંઠા જીલ્લાની એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમના ઘરેે સર્ચ ઓપરેશન દરમિયાન કઈ વાંધાજનક મળ્યું નથી આ દરમિયાન બંનેને આજે મંગળવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.ધાનેરા પોલીસ મથકમાં પશુકૃરતા નિવારણ કલમ હેઠળ એક શખ્સ સામે ગૂનો નોંધાયો હતો. આ કેસની તપાસ કરતાં એ.એસ.આઇ રવિકુમાર રમેશભાઈ સોલંકીએ તેની અટક કરી તરત જ જામીન પર મુક્ત કરવા અને મારઝૂડ નહિ કરવા તેમજ મુદ્દામાલ છોડવા પોઝિટિવ અભિપ્રાય આપવા સારું રૂપિયા 75,000ની લાંચની માંગણી કરી હતી. અને આ રકમ સ્વીકારતી વખતે વચેટીયા ધાનેરાના ગનીભાઇ ભીખાજી મુસલાને બનાસકાંઠા જીલ્લાની એસીબીની ટીમે ધાનેરાના ગોલા ગામેથી ઝડપી પાડ્યો હતો. આ અંગે એસીબીના પીઆઇ નિલેષ ચૌધરીએ જણાવ્યું હતું કે, જેમના ઘરેે સર્ચ ઓપરેશન દરમિયાન કઈ વાંધાજનક મળ્યું નથી, આ દરમિયાન બંનેને મંગળવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

રિપોર્ટર – સમા સદ્દામ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *