ધરપકડ: જુહાપુરા અમદાવાદમાંથી કુખ્યાત ગુનેગાર કાલુ ગરદન સહીત અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Views 137

ધરપકડ: જુહાપુરા અમદાવાદમાંથી કુખ્યાત ગુનેગાર કાલુ ગરદન સહીત અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

  • અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી કુખ્યાત ગુનેગાર કાલુ ગરદન પોલીસના કબજે    

શહેરના જુહાપુર વિસ્તારમાં આતંક મચાવનાર અને માથાભારે આરોપી કાલુ ગરદન પર પોલીસે ફરી એકવાર કાયદાનો ગળીયો કસ્યો છે. જેમાં આ વખતે સરકારી જમીન પચાવી પડવાના કેસમાં કલુ ગરદન સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથધરી છે. પોલીસે કાલુ ગરદન ના ગુનાહિત ઇતિહાસને નેસ્તો-નાબૂદ કરવા કાયદાની કમાન કસી છે.
જુહાપુરા વિસ્તારનો માથાભારે શખ્સ કહેવાતો ટપોરી કાલુગર્દનની ધરપકડ કરવામા આવી છે. કાલુ ગર્દન એ જુહાંપુરા વિસ્તારમાં સંકલિત નગરમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બાબતે કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં કલેકટર ને  માથાભારે કાલુગર્દનના વિરૂદ્ધમાં ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ બાદ કાલુ ગર્દન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામા આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. પરંતુ ગત મોડી રાતે અમદાવાદ આવતા જ પોલીસે તેની ધરપકડ કરી છે. કાલુ ગરદનના ભયથી જનતાને મુક્ત કરવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે
હથિયાર સાથે ધાક-ધમકી આપતા કુખ્યાત ગુનેગાર કાલુ ગરદન સહિત અન્ય ત્રણ આરોપીઓને આર્થિક ગુના નિવારણ શાખા, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેરે પકડી પાડ્યા હતાં.
થોડાક સમય અગાઉ પહેલા જુહાપુરા ભારત પાન પાર્લરની પાસે મામા તવા ફ્રાય આગળ જાહેરમાં ફરીયાદીને ગંદી વીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરી, ગડદાપાટુનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હતો.                                                                                                                                                                                                                                                                                                              *આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ:
(૧) મોહંમદશરીફ ઉર્ફે કાલુગરદન સન ઓફ મોહંમદઇશાક શેખ અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ખૂનના ૨ કેસમાં, મારામારીના ૫ કેસમાં, ઈ.પી.કો. ૩૦૭ ના ૩ કેસમાં, પ્રોહીબીશનના ૧૦ કેસમાં પકડાયેલ છે. તેમજ પાસાના કેસમાં ૫ વખત અટકાયત કરેલ છે.
(૨) સુલતાન મોહંમદઇશાક શેખ નાનો અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લૂંટના ગુનામાં ૨-વખત તથા દારૂના ગુનામાં ૨-વખત પકડાયેલ છે. વાસણા પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનામાં ૧-વખત પકડાયેલ છે.
(૩) મોહંમદઆરીફ ઉર્ફે ઇરફાન ઉફેમોગલી સન ઓફ ચાંદભાઈ શેખ નાનો વેજલપુર પોલીસ સટેશનમાં ખૂનના ગુનામાં ૧- વખત તથા ઈ.પી.કો. ૩૦૭ જેવા ગંભીર ગુનામાં ૧ વખત તથા મારામારીના ગુનામાં ૨-વખત પકડાયેલ છે.
         અહેવાલ – વિજયસિંહ દરબાર 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *