દીપાવલીના શુભ-શ્રેષ્ઠ મુહૂર્તો અને લક્ષ્મી-ધન પૂજનના કલ્યાણકારી મંત્રો

Views 70

દીપાવલીનાં શુભ મુહૂર્તો જાણીલો. તા.28-10-2021, ગુરુવાર પુષ્ય નક્ષત્ર ચોપડા લાવવા-ખરીદવા માટે પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્ત્વ છે અને તેથી તા. 28-10-2021ને ગુરુવાર સવારે 9.42 થી પુષ્ય નક્ષત્રનું ઉત્તમ મુહૂર્ત છે. બપોરે 12.23થી 15.13કલાક સુધી. સાંજે 18.04 થી રાત્રે 9.31 કલાક સુધી ઉત્તમ મુહૂર્ત છે.આ દિવસે ઇ-મુહૂર્ત, પેન ડ્રાઈવ પૂજા પણ કરી શકાય. વાહન-સુવર્ણ-ચાંદી ખરીદવા માટે શુભ. આખો દિવસ સર્વ પ્રકારે સિદ્ધિ યોગ છે. શુભ કાર્ય, ઉદ્ઘાટન કરી શકાય. 29-10-2021ના સવારે 11 ક.-39 મિ. સુધી પુષ્ય નક્ષત્ર રહેશે.


રમા એકાદશી તા. 01-11-2021ને સોમવારના રોજ ઊજવવી. વાઘબારસ -ગોવત્સ દ્વાદશી તા. 01-11-2021ને સોમવારના રોજ ઊજવવી.
ધનતેરસ-ધન્વંતરિ પૂજન-રોપમુદ્રા પૂજન. તા. 02-11-2021ને મંગળવારના રોજ ઊજવવી. આરોગ્ય-તંદુરસ્તી માટે ધન્વંતરિ પૂજન કરવું અને ધનપ્રાપ્તિ અને ધનસુખ માટે ધનપૂજન કરવું. સવારે 9.34થી 13.47 સુધી. બપોરે 15.12થી 16.36 સુધી. રાત્રે 7.32થી 9.02સુધી
ધનતેરસ ધ્યાન મંત્ર
ધનતેરસના દિવસે પવિત્ર તન અને મનથી ભક્તિભાવપૂર્વક ધન્વંતરિ દેવીનું ચિત્ર સ્થાપીને તેની યથાયોગ્ય પંચોપચાર પૂજા કરી નૈવેદ્ય-આરતી કર્યા બાદ મંત્રજાપ કરવા. (1008 જાપ)
મંત્ર
ૐ હ્રીમ્ ધનવંતર્યૈ નમઃ
મમ રોગ-જરા-મૃત્યુ ભય
નિવારાય સ્વાહા ૐ હ્રીમ્
અથવા પૂજન કર્યા બાદ ઇષ્ટદેવના સ્તોત્ર-મંત્ર યા વંદન શ્લોકનો પાઠ કરી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના કરવી.
સંધ્યાકાળે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ તેલના દીવા કરી યમદીપ દાન કરવાથી પણ રક્ષા થાય છે. શક્ય હોય તો યોગ્ય વિદ્વાન-શાસ્ત્રજ્ઞા પાસે તાવીજ યા કવચ ધારણ કરી શકાય.
ધનપૂજન ધનતેરસના દિવસે યા સાયંકાળે શુભ મુહૂર્તમાં બાજઠ પર વસ્ત્ર સ્થાપન કરી તેના પર લક્ષ્મીજીની છબી મૂકી પંચોપચાર પૂજન-નૈવેદ્ય- આરતી કર્યા બાદ મંત્રધ્યાન કરવું. આ પહેલાં રૃપિયાના સિક્કા, ચાંદીના સિક્કા યા સુવર્ણ મુદ્રાને પવિત્ર કરી તેની પૂજા કરી મંત્રજાપ કરવા.
મંત્ર ૐ હ્રીમ્ ધનદાયૈ નમઃ
ૐ હ્રીમ્ શ્રીં મમ ધન સંપદા પૂરય સ્વાહા
ઉપરોક્ત મંત્ર 1008 જાપ કરવા. આ મંત્રથી અભિમંત્રિત ધન તિજોરીમાં મૂકવું.
કાળીચૌદશ-રૃપચૌદશ તા. 03-11-2021ને બુધવાર
ચૌદશનો ક્ષય છે, પરંતુ મહુડીમાં હવન થાય. ભૂતપ્રેત, મેલીવિદ્યા, તંત્ર-મંત્ર સાધના, સ્મશાન ધ્યાન વગેરેમાં માનનારા માટે આ દિવસે થઈ શકે.
કાળીચૌદશ મંત્રધ્યાન
કાળીચૌદશના દિવસે સાયંકાળે પવિત્ર થઈ અભ્યંગ સ્નાન કરી શત્રુ-ભૂત-બાધા- અનિષ્ટથી રક્ષા માટે ધ્યાન મંત્રના જાપ કરવા.
ૐ હ્રીંમ્ બટુકભૈરવાય રુદ્ર સ્વાહા
સ્મશાન મંત્ર સાધના માટે અનેક મંત્રો છે, પરંતુ અત્રે સામાન્ય મંત્ર આપેલ છે.
મંત્ર
ૐ શ્રીં વં વં વં ભું
ભુતેશ્વરી મમ વરયં
કુરુ કુરુ સ્વાહા
આ ઉપરાંત ભગવાન શિવજીના અઘોર સ્વરૃપની પૂજા-પ્રાર્થના કરીને મંત્રજાપ કરવા.
ૐ હ્રીં અઘોરાય નમઃ
કાળીચૌદશના દિવસે સાયંકાળથી પરોઢ સુધી ઘણી તંત્ર-મંત્ર સાધના થઈ શકે છે જે યોગ્ય વિદ્વાન શાસ્ત્રજ્ઞાના માર્ગદર્શનથી કરી શકાય.
દીપાવલી-શારદા પૂજન-ચોપડા પૂજન-લક્ષ્મી પૂજન
તા. 04-11-2021ને અશ્વિન વદ અમાવસ્યા ગુરુવારે છે. દિવાળી મનાવવી. આ સમયમાં લક્ષ્મીપૂજન, ધનપૂજન, ચોપડા પૂજન, શારદા પૂજન, વેપાર મુહૂર્ત કરવાનો શ્રેષ્ઠ સમય છે. વધુ સૂક્ષ્મ મુહૂર્ત માટે પોતાના શાસ્ત્રજ્ઞા વિદ્વાન પંડિતને પૂછવું. સવારે 6.46થી 8.10કલાક સુધી. બપોરે 10.58થી 15.11 કલાક સુધી સાંજે 18.00થી 21.02 કલાક સુધી
લક્ષ્મીપૂજન-શારદાપૂજન ધ્યાન મંત્રો
દિવાળીના શુભ દિવસે પવિત્ર તન-મન અને આત્મશુદ્ધિથી શ્રી ગણેશ-શ્રી લક્ષ્મી અને શ્રી સરસ્વતી દેવીનું આહ્વાન, સ્થાપન, ષોડશોપચાર પૂજન, નૈવેદ્ય-આરતી કર્યા બાદ શ્રી ગણેશાષ્ટકનો પાઠ કરવો , શ્રીસૂક્તના શ્લોકોનો પાઠ કરવો, શ્રી સરસ્વતી સ્તોત્રનો પાઠ કરવો ત્યારબાદ સ્થિર ચિત્ત અને મનથી ભાવપૂર્વક કોઈ પણ મંત્રના જાપ કરવા.
ૐ શ્રીઁ શ્રીયૈ નમઃ
ૐ ઐં હ્રીં ક્લીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ
ૐ શ્રીમ્ શ્રીમ્ મમગૃહે લક્ષ્મી આગચ્છ આગચ્છ ધનપૂરય સ્વાહા
ૐ હ્રીંમ્ જ્યેષ્ઠાલક્ષ્મ્યૈ નમઃ
ૐ હ્રીંમ્ શ્રીમ્ ૐ અષ્ટલક્ષ્મ્યૈ નમઃ
ૐ ઐં સરસ્વત્યૈ નમઃ
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ
ૐ હ્રીં શ્રીં ક્લીં ઘંટાકર્ણ મહાવીર લક્ષ્મી પૂરય પૂરય સુખ, સૌભાગ્ય કુરુ સ્વાહા ।
નૂતન વર્ષ-2078 પ્રારંભ- ગોવર્ધન પૂજા- અન્નકૂટ
તા. 05-11-2021 ને શુક્રવારે વિક્રમ સંવત 2078નો પ્રારંભ થશે. બેસતું વર્ષ છે. ગોવર્ધન પૂજા, અન્નકૂટ માટે ઉત્તમ દિવસ છે. વેપાર પ્રારંભ-મીતી નાખવા, કાંટો
નાખવાનો શ્રેષ્ઠ દિવસ છે. સવારે 6.46થી 10.58 સુધી
બપોરે 12.22થી 13.46 સુધી ઉત્તમ મુહૂર્ત છે.
નૂતન વર્ષ મંત્રજાપ
બેસતા વર્ષના દિવસે શુભ મુહૂર્તમાં પવિત્ર થઈને મંત્ર ધ્યાન-મંત્રજાપ કર્યા બાદ નવા કાર્યનો પ્રારંભ કરવો. પ્રારંભે ઈષ્ટદેવ-ગુરુ- મા-બાપ- વડીલજનની પૂજા-ભક્તિ કર્યા બાદ શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો અને શ્રી ગણેશનું પંચોપચાર પૂજન કરીને મંત્રજાપ કરવા.
ૐ ગં ગણપતયે નમઃ
ૐ ગ્લૌં ગણપતયે નમઃ
ત્યાર બાદ
ૐ શ્રીં શ્રીં શ્રીં મમ કાર્ય સિદ્ધિ દેહિ દેહિ સ્વાહા
આ મંત્રના જાપ કરી કાર્ય પ્રારંભ કરવો.
ભાઈબીજ-યમ દ્વિતીયા કારતક સુદ બીજ, તા.06-11-2021ને શનિવારે ભાઈબીજ ઊજવવી.
લાભપાંચમ-જ્ઞાનપાંચમ
કારતક સુદ-5, તા.09-11-2021ને મંગળવારે લાભપાંચમ છે. આ દિવસે ઉદ્ઘાટન, નવા વેપારનો પ્રારંભ, મુહૂર્તના સોદા લખવા-કરવા, નવા વાહન યા ચીજવસ્તુનો આરંભ કરવો ઉત્તમ છે. વિદ્યાર્થીઓએ જ્ઞાનપંચમી હોવાથી સરસ્વતી દેવીની પ્રાર્થના કરીને અભ્યાસનો પ્રારંભ કરવો. સવારે 9.36 થી 13.45 સુધી
લાભપાંચમના ધ્યાન મંત્રો
લાભપાંચમના શુભ દિવસે શુભ મુહૂર્તમાં પવિત્ર થઈને ઈષ્ટદેવનું પૂજન કર્યા બાદ શ્રી લક્ષ્મીજીનું ધ્યાન કરવું.
મંત્ર
ૐ શ્રીમ્ મમ સર્વવાંચ્છિત લાભ દેહિ સ્વાહા ।
ૐ હ્રીંમ્ મમ વ્યાપારવૃદ્ધિ કુરુ સ્વાહા ।
ૐ ઐં નમઃ
આ ઉપરાંત ઉદ્ઘાટન-વેપાર પ્રારંભ અને ત્રાજવું-ગલ્લો- તિજોરી વગેરેનું પૂજન કરી અભિમંત્રિત શ્રીફળ અથવા યંત્ર વગેરેનું સ્થાપન કરવું.

HBN  TNEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *