પ્રેગ્નેન્સીની ખબરોને લઈને બિપાશા બાસુએ મૌન તોડયું

Views 76

થોડું વજન વધી જાય તેનો અર્થ એ નથી કે તે મહિલા માતા બનવાની છે : બિપાશા

જિંદગીને ખૂલીને જીવું છું. એનો અર્થ એવો નથી કે હું અસ્વસ્થ થઇ રહી છું: બિપાશા

દેશમાં આજના સમયે પણ લગ્ન બાદ મહિલાઓને લઇને પ્રેગ્નેન્સી પર સવાલ ઉઠાવે છે. લગ્ન બાદથી જ તેની પ્રેગ્નેન્સીની અફવા ઊડવા માંડે છે અને તેમાં બોલિવૂડ સેલિબ્રિટી પણ બાકાત નથી અને બિપાશા બાસુ પણ આ લિસ્ટમાં સામેલ છે. બિપાશાએ કરણસિંહ ગ્રોવર સાથે ચાર વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને તેની પ્રેગ્નેન્સીની અફવા કેટલીયે વખત ઊડી ચૂકી છે.

હાલમાં જ બિપાશાએ તેના પર મૌન તોડતા કહ્યું કે, જો કોઇ પણ લગ્નેતર મહિલાનું જરા પણ વજન વધી જાય તેનો અર્થ એ નથી કે તે મા બનવાની છે. મારો પરિવાર મારા માટે બધું જ છે અને મને ખબર છે કે વજન વધવાને કારણે હંમેશાં મારી પ્રેગ્નેન્સી પર સવાલ ઊઠતા રહેશે.
બિપાશાએ કહ્યું કે ભલે તે ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો ભાગ છે પરંતુ તેનું પણ વજન વધી શકે છે. બિપાશાએ કહ્યું હું જાણું છું કે હું ફિટનેસ એમ્બેસેડર છું પરંતુ ક્યારેક ક્યારેક એવો સમય પણ આવે છે જેમાં હું થોડી આગળ વધુ છું અને જિંદગીને ખૂલીને જીવું છું. એનો અર્થ એવો નથી કે હું અસ્વસ્થ થઇ રહી છું પરંતુ જ્યાં સુધી લોકો મને એક બાળક સાથે નહીં જોઇ લે ત્યાં સુધી તેઓ હંમેશાં અનુમાન લગાવતા રહેશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *