ભાટસરના આજુબાજુના લોકો નજીકના ખેતરમાં આવીને દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરે છે જેને પગલે ગામની મહિલાઓએ દેશી દારૂ વેચતા કેટલાક લોકોને ખેતરમાંથી ભગાડી મુકતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ કામ પોલીસને કરવુ જોઈએ તે કામ ગામની મહિલાઓએ કરતા ચાણસ્મા પોલીસની કામગીરી ટીકાપાત્ર બની ઉઠી છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં પણ દેશી અને વિદેશી દારૂની બદીને નાથવા માટે પોલીસ કમર કસી રહી છે.તેમ છતાં કેટલાક લોકો પોલીસની આંખમાં ધૂળ નાખીને છાનેખુણે દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ચાણસ્મા તાલુકાના ભાટસર ગામની આજુબાજુમાં આવેલા બીજા ગામના અસામાજિક તત્વો દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. નજીકના ખેતરમા થઈ રહેલી ચહલ પહલ ને લઈને મહિલાઓએ બૂમાબૂમ કરતા દેશી દારૂનું વેચાણ કરવા આવેલા શખ્સો દેશી દારૂ ભરેલો થેલી ત્યાં જ મૂકીને નાસી ગયા હતા. ત્યારબાદ મહિલાઓએ પાણીના વહોળામાંથી પ્લાસ્ટિક ના કોથળામાંથી દેશી દારૂની પોટલીઓ કાઢી હતી. અને તે અંગેની જાણ ગામના આગેવાનોને કરતા તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ