નવરાત્રિ દરમિયાન, તમે ઉપવાસ કરતા હોવ અને ડુંગળી-લસણ ન ખાતા હોવ તો ઉપવાસ કરીને અને એક જેવું જ ફરાળ કરીને થાકી જાઓ છો. એટલા માટે જો તમારે સ્વાદ બદલવો હોય તો શિંગોડાનો નાસ્તો બનાવીને ખાઈ શકો છો. આને તમે કોઈ રેગ્યુલર દિવસમાં પણ નાસ્તા તરીકે ખાઈ શકો છો. આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઓછી સામગ્રીથી બની જાય છે.
સામગ્રી –
- શિંગોડા
- ઘી
- મીઠું (સાદું કે સિંધવ)
- કાળા મરીનો પાવડર
- જીરું
- લીલી કોથમીર સમારેલી
- લીલું મરચું
- છીણેલું આદુ
રીત –
સૌ પ્રથમ શિંગોડાની છાલ કાઢીને કાપી લો. આ પછી એક પેનમાં ઘી ગરમ કરો. હવે તેમાં જીરું ઉમેરો. જ્યારે જીરું તતડે ત્યારે તેમાં લીલા મરચાં અને આદુ ઉમેરો. હવે 1 મિનિટ પછી કાપેલા શિંગોડા નાખો. ઉપરથી સિંધવ મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરો. હવે શિંગોડાને ઢાંકી દો અને તેને પાકવા દો. ગેસ મધ્યમ રાખો. થોડા સમય પછી, ઢાંકણ ખોલીને ચેક કરો કે શિંગોડા રંધાઈ ગયા છે કે નહી. જો એવું લાગે કે શિંગોડા રંધાઈ ગયા છે તો તનું ઢાંકણું ખોલીને તેમનું પાણી બાળી લો. શિંગોડા ફ્રાય થઇ જાય એટલે ગેસ બંધ કરો. ઉપર સમારેલી કોથમીર અને લીંબુ નાખો. શિંગોડા ફ્રાય તૈયાર છે. જો તમે ઈચ્છો તો ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
