બ્રેકિંગ ન્યુઝ :: જનતા રાજ સંગઠન ના અધ્યક્ષ મયુર જોષી નું દુઃખદ અવસાન

Views 150

 
ગુજરાત ના જનતા રાજ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ જોષી આપણા સૌની વચ્ચે નથી રહ્યા.મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે ગ્લોબલ હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સારવાર સતત ચાલુ હતી અને સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા હોસ્પીટલમાં જ અંતિમ શ્વાસ લીધા છે.જનતા રાજ ના મયુરભાઈ જોષીએ MJ TV નામના ફેસબુક પેજ દ્વારા લોકોના પ્રશ્નો દેખાડીને તંત્ર પાસે કામ કઢાવવા ની અનોખી રીત શોધી કાઢી હતી. તેમની આ રીતને કારણે તેમના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં થઈ ગઈ હતી. જેથી તેઓએ તમામ શહેરોમાં આ પ્રકારે તંત્ર પાસેથી કામ કઢાવવા જનતા રાજ નામના સંગઠનની રચના કરી હતી અને સતત લોકોના સ્થાનિક પ્રશ્નો નું સમાધાન કરવાની કામગીરી કરી રહ્યા હતા. સતત લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અને હાલાકીને સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવતા હતા. તેઓના આ દુઃખદ અવસાન ના લીધે. તેઓના  ફોલોવર્સ માં  શોક ની લાગણી અનુભવી રહ્યા છે.    
સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી જાણકારી અનુસાર મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમને સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાન હાર્ટ એટેક આવતા અવસાન પામ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જનતા રાજ સહિત ગુજરાતીઓમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.  ગુજરાતે એક નિડર અને સાહસીક યોદ્ધા ગુમાવ્યા છે.  https://fb.watch/8z3hs7Axww/

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *