છેતરપિંડી:મોટી ભોયણ પાસેની પેઇન્ટ્સ કંપનીમાં જુદી-જુદી કિંમતનાં બિલ બનાવી કર્મીએ 52 લાખની ઉચાપત કરી

Views 151

ભાવ તફાવતનાં બિલ તથા વેચાણના પેમેન્ટ જમા ન કરાવી કંપની વતી માલ વેચીને કુલ 33,04,537 પેમેન્ટ કંપનીમાં જમા જ નહોતું કરાવ્યું.

 

પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
                                                                      પ્રતીકાત્મક તસ્વીર

કલોલ તાલુકાનાં મોટી ભોયણ ગામે આવેલી પેઇન્ટસ કંપનીના સંચાલકને તેમની ત્યાં નોકર તરીકે કામ કરતા મુળ સરઢવના અને હાલ કલોલ રહેતા યુવાન પર ભરોસો મુકવો ભારે પડી ગયો છે. આ શખ્સે તફાવતવાળા બિલો બનાવીને તથા કંપનીનો માલ વેચાણ કરીને પૈસા જમા ન કરાવીને કુલ રૂ. 52 લાખની ઉચાપત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

અમદાવાદમાં સાયન્સ સીટી રોડ પર આવેલી ઐશ્વર્ય સોસાયટીમાં રહેતા ગુંજનભાઇ ગોવિંદભાઇ બારોટ દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે પોતે મોટી ભોયણમાં ગુંજન પેઇન્ટસ લિમિટેડ કંપની ધરાવે છે. જેમાં કલોલનાં વખારીયા ફલેટમાં રહેતો ગૌરાંગ રમેશભાઇ જોષી નોકર તરીકે નોકરી કરતો હતો. ગૌરાંગે જુદા જુદા સમયે કંપનીની પ્રોડક્ટનાં બે પ્રકારનાં અલગ-અલગ કિંમતવાળા બિલો બનાવીને ભાવ તફાવતનાં કુલ રૂ. 19,05,138ની ઉચાપત કરી હતી.

આ ઉપરાંત અલગ અગલ કંપનીઓને કંપની વતી માલ વેચીને તેનું કુલ રૂ. 33,04,537 પેમેન્ટ ગુંજન કંપનીમાં જમા જ કરાવ્યુ નહોતુ. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પણ પૈસા જમા ન કરાવતા કંપનીને આર્થિક નુકશાન પહોચાડી ઉચાપત કરીને વિશ્વાસઘાત તથા છેંતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં મોટી ભોયણ ગામે આવેલી પેઇન્ટસ કંપનીના સંચાલકને તેમની ત્યાં નોકર તરીકે કામ કરતા મુળ સરઢવના અને હાલ કલોલ રહેતા યુવાન દ્વારા કંપનીની પ્રોડક્ટના 2 અલગ-અલગ કિંમતવાળા બિલો બનાવીનેતથા કંપનીનો માલ વેચાણ કરીને પૈસા જમા ન કરાવીને ગેરરીતિ આચરતા આ બાબતે ચકચાર મચી ગઈ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *