ઘોઘંબા તાલુકાના માલુ કોટુ ગામ ના ગોરાડા ફળિયામાં રસ્તા ઉપર ધોળા દિવસે દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે જંગલોમાંથી દીપડાઓ પોતાના ખોરાક ની શોધમાં ઘોઘંબા તાલુકાના ગામો તરફ આવી પોહચ્યાં છે અમુક કિસ્સા તો એવા પણ સામે આવ્યા છે કે દીપડાઓ ઘરમાં પણ ઘુસી જાઈ છે .આવર નવર દીપડાઓ નો આતંક વધી રહ્યો છે ઘોઘંબા તાલુકાના ગામો ના રહીશો ખેતર માં જતાં ગભરાઈ છે દીપડાઓ પોતાના ખોરાક ની શોધમાં સ્થાનિકો લોકો ને પોતાનો શિકાર બનાવી રહ્યો છે પેહલા પણ દીપડા ના હુમલા ના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે વરસાદ ના આગમન થી સમગ્ર વિસ્તાર લીલોછમ જોવા મળી રહ્યો છે તેવા માં કોઈ પણ વિસ્તાર મા જાડી.જખ્રા.ખેતરો.કોતરો મા દીપડાઓ વસવાટ કરતા હોઈ છે તેવામાં સ્થાનિક લોકો હવે ઘર માંથી નીકળવામાં પણ ગભરાઈ છે પોતાના જીવ ના જોખમે ઘોઘંબા વિસ્તાર ના લોકો ખેતરો મા કામ કરે છે .સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળ્યું છે કે અવર નવર કેટલી વાર દીપડાઓ માનવજાત હુમલા કર્યા છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્રારા કોઈ પગલાં લેવામાં આવતા નથી બાજુ ના જંગલો મા દીપડાઓ છોડવામાં આવે છે પણ દીપડાઓ જંગલ માં રેહવાના બદલે અમરા ખેતરો મા આવી જાઈ છે અને અમારે બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે જીવ ના જોખમે ખેતરો મા કામ કરવું પડે છે સ્થાનિક લોકો એ તંત્ર ને અપીલ કરે છે કે કોઈ યોગ્ય રસ્તો કાઢો અને દીપડાને પાંજરે પુરાવો જેથી કરી અમે અમારા ખેતરો મા જઈને કામ કરી શકીએ.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
ઘોઘંબા તાલુકાના ગામોમાં અનેક વાર દીપડાઓ એ સ્થાનિક લોકો ઉપર હુમલા કર્યા છે અને આજે પણ દીપડો ધોળા દિવસે રસ્તા ઉપર જોવા મળ્યો છે
Views 61