ઘોઘંબા તાલુકાના ગામોમાં અનેક વાર દીપડાઓ એ સ્થાનિક લોકો ઉપર હુમલા કર્યા છે અને આજે પણ દીપડો ધોળા દિવસે રસ્તા ઉપર જોવા મળ્યો છે

Views 63

ઘોઘંબા તાલુકાના માલુ કોટુ ગામ ના ગોરાડા ફળિયામાં રસ્તા ઉપર ધોળા દિવસે દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે જંગલોમાંથી દીપડાઓ પોતાના ખોરાક ની શોધમાં ઘોઘંબા તાલુકાના ગામો તરફ આવી પોહચ્યાં છે અમુક કિસ્સા તો એવા પણ સામે આવ્યા છે કે દીપડાઓ ઘરમાં પણ ઘુસી જાઈ છે .આવર નવર દીપડાઓ નો આતંક વધી રહ્યો છે ઘોઘંબા તાલુકાના ગામો ના રહીશો ખેતર માં જતાં ગભરાઈ છે દીપડાઓ પોતાના ખોરાક ની શોધમાં સ્થાનિકો લોકો ને પોતાનો શિકાર બનાવી રહ્યો છે પેહલા પણ દીપડા ના હુમલા ના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે વરસાદ ના આગમન થી સમગ્ર વિસ્તાર લીલોછમ જોવા મળી રહ્યો છે તેવા માં કોઈ પણ વિસ્તાર મા જાડી.જખ્રા.ખેતરો.કોતરો મા દીપડાઓ વસવાટ કરતા હોઈ છે તેવામાં સ્થાનિક લોકો હવે ઘર માંથી નીકળવામાં પણ ગભરાઈ છે પોતાના જીવ ના જોખમે ઘોઘંબા વિસ્તાર ના લોકો ખેતરો મા કામ કરે છે .સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળ્યું છે કે અવર નવર કેટલી વાર દીપડાઓ માનવજાત હુમલા કર્યા છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્રારા કોઈ પગલાં લેવામાં આવતા નથી બાજુ ના જંગલો મા દીપડાઓ છોડવામાં આવે છે પણ દીપડાઓ જંગલ માં રેહવાના બદલે અમરા ખેતરો મા આવી જાઈ છે અને અમારે બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે જીવ ના જોખમે ખેતરો મા કામ કરવું પડે છે સ્થાનિક લોકો એ તંત્ર ને અપીલ કરે છે કે કોઈ યોગ્ય રસ્તો કાઢો અને દીપડાને પાંજરે પુરાવો જેથી કરી અમે અમારા ખેતરો મા જઈને કામ કરી શકીએ.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *