ગુજરાતી સાહિત્ય પરિષદ -અમદાવાદ તથા એમ.એમ. ગાંધી આર્ટસ-કોમર્સ કોલેજ, કાલોલના ઉપક્રમે કાલોલ કોલેજમાં’સાહિત્યનો ઇતિહાસ ‘વિષે મનનીય વ્યાખ્યાન સરદાર પટેલ યુનિવર્સિટી, વિધાનગરના ઇતિહાસ વિભાગના પ્રો. ડૉ. હેમન્ત દવેએ આપ્યું હતું.
જાણીતા સર્જક-વિવેચક ને કોશકાર પ્રિ.ડૉ.કિશોર વ્યાસે વકતાને આવકારતા જણાવ્યું કે ‘પંડિતાઇ-સાક્ષર હોવું એ હેમન્ત ભાઇ પાસેથી શીખવા મળે એમની પ્રગટ વિવિધ લેખમાળાઓથી અવગત કરાવી, ‘ફાર્બસ’ના સંપાદક તરીકેના કાર્યને બિરદાવી, પુસ્તક થકી અભિવાદન કર્યું હતું.
‘સાહિત્યનો ઇતિહાસ ‘ના વ્યાખ્યાનમાં શ્રી હેમન્ત ભાઇએ નર્મદે કરેલાં સંશોધનની વાત કરતાં, ટાંચા સાધનો છતાં કરેલી કામગીરી, ઉર્દૂ, ફારસીશબ્દો શામળ, અખો વગેરેમાં થયેલા ઉપયોગની કામગીરી, ધૂળધોયાનું કામ સંશોધકો કરે છે તે સમજાવી સાચાં ને સારાં ઇતિહાસ લેખનની સમજૂતિ વિવિધ ઉદાહરણોથી સ્પષ્ટ કરી આપી હતી
પ્રસ્તુત વ્યાખ્યાનને માણવા બી.એ ના વિધાર્થીઓ,પી.એચ.ડીના શોધાર્થીઓ, સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.
પ્રશ્નોત્તરી થકી ભાવકોએ વકતાશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું .કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા. કમલેશભાઈ એ તથા આભારવિધિ પ્રા. મયંક શાહે કરી હતી
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
ગુજરાતી સાહિત્ય પરિષદ અને એમ.એમ.ગાંધી આર્ટસ -કોમર્સ કોલેજ, કાલોલના સંયુકત ઉપક્રમે વ્યાખ્યાન માળા યોજાઇ
Views 62