એમ.એમ.ગાંધી આર્ટ્સ-કોમર્સ કૉલેજના NSS વિભાગ દ્વારા- NSS ડેની ઉલ્લાસભેર ઉજવણી સંપન્ન.

Views 59

પંચમહાલ કાલોલ ની એમ.એમ.ગાંધી આર્ટ્સ-કોમર્સ કૉલેજ, કાલોલના NSS વિભાગ દ્વારા NSS ડેની ઉજવણી ઉલ્લાસસભર રીતે થઈ હતી.

શરૂઆતમાં કૉલેજના પ્રિ. ડૉ. કિશોર વ્યાસના સૌજન્યથી તૈયાર થયેલ ‘સ્વયંસેવકોની દૈનિક ડાયરી’નું વિમોચન, ડૉ. કિશોર વ્યાસ, ડૉ. અજય સોની, ડૉ. એચ.એમ.ઠાકર થતાં ડૉ. રાજેશભાઈના હસ્તે વિમોચન થયું હતું.
ડાયરીનું પ્રકાશન એ કાલોલ કૉલેજનો નવીન પ્રયોગ છે અને NSS કો-ઓર્ડિનેટરશ્રી તથા ગોવિંદગુરુ યુનિ. સંલગ્ન NSS વિભાગના પ્રોગ્રામ ઑફિસર્સ એ આ પ્રયાસને દિલથી વખાણ્યો છે.
બીજા તબકકામાં દત્તક ગામ અલિન્દ્રા ખાતે સ્વયંસેવકોએ કોરોના ગાઈડલાઇનના પાલન સાથે પ્રાથમિક શાળાનાં (ધો.6થી 8) 55 જેટલાં વિદ્યાર્થીઓને સ્ટીલનો નાસ્તાનો ડબ્બો, 3નંગ નોટબુક, પેન્સિલ- રબર- સંચો- પેન, નાસ્તાના પેકેટ સહિત અંદાજે 5300/- જેટલી કિંમતનું સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું.
જેમાં, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી બાબુભાઈ/રવિ દરજી/ શાળાનો સ્ટાફગણ કાર્યક્રમમાં જોડાયો હતો.
CRC કલ્પેશભાઈએ NSS યુનિટના સમાજોપયોગી કાર્યને બિરદાવ્યું હતું.
NSS ના પૂર્વ વિદ્યાર્થીઓએ જોડાઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન NSS PO. પ્રો. એમ.કે.શાહે કર્યું હતું.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *