ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ:આંકડા શાખાની કચેરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા, આગ લાગવાનું કારણ અકબંધ

Views 132

આગની ઘટનાના પગલે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઘટનાસ્થળની મુલાકાત કરી

ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા કચેરીમાં રાખેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા હતા. આગની ઘટનાના પગલે દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામા આવી છે.

જિલ્લા પંચાયતની આંકડા શાખાની કચેરીમાં આગ
આજે લાભ પાંચમનાં દિવસ ગાંધીનગર જિલ્લા પંચાયત માટે અશુભ દિન સાબિત થયો છે. સવારે પંચાયત કચેરી ખુલવાના થોડા સમય અગાઉ જ પંચાયત કચેરીનાં પ્રથમ માળે આવેલી આંકડા શાખામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે નજીકમાં જ આવેલી ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તુરત આગ પર કાબુ મેળવવા કામે લાગી હતી. સતત પાણીનો મારો ચલાવ્યા પછી પણ આગ બેકાબુ બની વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં પગલે ફાયર ફાઇટરો મારફતે પાણીનો મારો ચાલુ જ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ પંચાયત કચેરીના કર્મચારીઓ પણ ફરજ પર આવવાની શરૂઆત થઈ ગઈ હતી. કર્મચારીઓ પણ વિકરાળ આગ જોઈને ગભરાઈ ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામા આવી
આ આગમાં પંચાયતની આંકડા શાખામાં રાખેલા મહત્ત્વના દસ્તાવેજો, કોમ્પ્યૂટર તેમજ ઈલેક્ટ્રીક વાયરીંગ પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયાં હતાં. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ એફએસએલ નિષ્ણાતોની ટીમ પણ સ્થળ પર આવી જરૂરી તપાસ કરશે. જે બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવશે.

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઘટના સ્થળની મુલાકાત કરી
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. ઘટનાની જાણ થતા જ તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને સંપૂર્ણ માહિતી મેળવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ જિલ્લા પંચાયતની બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે બીજી કોઈ જાનહાનિ થઈ ન હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *