ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે ગણપતિ દાદા પણ જાણે માસ્ક પહેરો અને કોરોનાથી બચો એવું કેહતા હોય તેવું જોવા મળ્યું
આજે પવિત્ર ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનો દિવસ છે.અને આજે આપણે બધા જ આપણા ઘરે ઘરે અને ગલીએ ગલીએ ગણપતિ દાદાની સ્થાપના કરિયે છે.અને દસ દિવસ ભક્તિ ભાવથી તેની પૂજા અર્ચના કરીએ છીએ. અને એ ભક્તિ ના ફળ સ્વરૂપ ગણપતિ દાદા આપણી મનની મનોકામના પૂર્ણ કરે છે.
પરંતુ હાલ ચાલતી કોરોના મહામારીના કારણે સંક્રમણ વધુ ના ફેલાઈ તે માટે સરકાર તરફથી આપણને મળેલ ગાઈડ લાઈન મુજબ જાહેરમાં દર વર્ષની જેમ તહેવારો,મેળાઓ બધું બંધ છે.અને આ વખતે તેનું પાલન કરી બધાએ જ ગણપતિ સ્થાપના પણ પોત પોતાના ઘરમાં નાની નાની મૂર્તિઓ લાવી કરી છે.જેથી કરી વધારે લોકો ભેગા ના થાય અને વ્યવસ્થા પણ જળવાઈ રહે.ત્યારે બજારોમાં ગણપતિ દાદાની મૂર્તિ પણ માસ્ક પહેરેલી જોવા મળી અને જાણે બધાને કેહતા હોય કે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ફરજીયાત માસ્ક પહેરો અને સાથે સોશ્યિલ ડિસ્ટન્સ નું પણ પાલન કરો જેથી કરી આ કોરોના જેવી બીમારીને હરાવી શકાય.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)
ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે ગણપતિ દાદા પણ જાણે માસ્ક પહેરો અને કોરોનાથી બચો એવું કેહતા હોય તેવું જોવા મળ્યું
Views 62