કૌભાંડ ઝડપાયું:મહેસાણામાં સરકારી અનાજનું બારોબાર વેચાણ કરતો સંચાલક ઝડપાયો, તુવેર દાળનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

Views 149

કૌભાંડ ઝડપાયું:મહેસાણામાં સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવા જતો સંચાલક ઝડપાયો, તુવેર દાળનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

  • તુવેર દાળની 5 થેલી તેમજ ગાડી સહિત ₹2.56 લાખનો મુદ્દામાલ જપ્ત 

      મહેસાણાના વીરતા સહિત આસપાસના પાંચ ગામોની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોનું સંચાલન કરતો વ્યક્તિ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના જથ્થાનો બારોબાર વેચાણ કરવા જતાં જ પોલીસના હાથે ઝડપાયો હતો. આ અંગેની જાણ મામલતદારને થતા તેઓએ તુવેર દાળના 5 થેલી તેમજ ગાડી સહિત ₹2.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

*મકાનના આગળથી શંકાસ્પદ ગાડી ઝડપી પાડી 
મહેસાણા તાલુકાના વીરતા ઉપરાંત પાંચોટ, સઠીયારડા, અલોડા અને હરદેસણ મળી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોનું સંચાલન લાંબા સમયથી કરતો આવ્યો છે. આ સંચાલક જરૂરિયાત મંદોને મળવા પાત્ર રાહત દરની તુવેરદાળના જથ્થાનું બારોબાર વેચાણ કરી રહ્યો હોવાની વાત મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. જેથી બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસે પાંચોટ રોડ પર સંચાલકના મકાન આગળથી શંકાસ્પદ ગાડી ઝડપી પાડી હતી.

*તપાસ દરમિયાન તુવેરદાળના 5 થેલી મળી 
પોલીસની કાર્યવાહી દરમિયાન ઇકો માંથી તુવેરદાળના પાંચ થેલી મળી હતી. તેમજ તુવેર દાળનો સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સંચાલકને વધુ કાર્યવાહી અર્થે પોલીસ મથકે લઈ આવી હતી. આ મામલે ગ્રામ્ય વિસ્તારના મામલતદારને જાણ કરતા તેઓ રાત્રે પોલીસ મથક દોડી આવ્યાં હતા. મામલતદાર એ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો તુવેર દાળ તેમજ ગાડી મળી કુલ 2.56 લાખનો જથ્થો જપ્ત કરી સરકારી ગોડાઉન મેનેજરને સુપ્રત કર્યો હતો.

                                                                                                                                                                                  અહેવાલ – ગાયત્રીબેન ઝાલા 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *