કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક પે નહીં વધારે સરકાર
સરકારે કહ્યું બેઝિક પે વધારવા પર કોઈ વિચાર નહીં
આ મહિનાથી 31 ટકા સુધીનું મળશે DA
કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને હવે વધારાયેલું મોંઘવારી ભથ્થુ મળવા લાગ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓને હજુ પણ એક મોર્ચે નિરાશા મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીની મંથલી બેઝિક સેલેરી વધારવાને લઈને કડકાઈથી વિચાર કર્યો છે. જાણો સરકારે શું નિર્ણય લીધો છે.

Basic Pay વધારવાને લઈને કોઈ વિચાર નહીં
નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીના અનુસાર કેન્દ્ર સરકારે એવી કોઈ પણ યોજના પર કોઈ વિચાર કરી રહી નથી. તેઓએ એ પણ કહ્યું કે 2.57 નું ફિટમેન્ટ ફેક્ટર તમામ કેટેગરીના કર્મચારી માટે સમાન રીતે ફક્ત 7મા કેન્દ્રીય વેતન આયોગની ભલામણના આધારે રિવાઈઝ્ડ પે સ્ટ્રક્ચરમાં પગાર નિર્ધારણના હેતુથી લાગૂ કરાયા હતા.
હવે 31 ટકા મળશે DA

આપને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીને પહેલા 17 ટકા ડીએ મળી રહ્યું હતું. 1 જુલાઈ 2021થી તેને વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2020માં તેમાં 4 ટકાનો વધારો કરાયો હતો. જૂન 2020માં 3 ટકાનો વધારો કરાયો તો જાન્યુઆરી 2021માં 4 ટકાનો વધારો કરાયો. આ તમામ રૂપિયા હવે મળશે. પરંતુ કર્મચારીઓને જૂન 2021ના મોંઘવારી ભથ્થાના ડેટાની રાહ જોવાઈ રહી છે. આ ડેટા પણ જલ્દી જાહેર કરાશે. તેના આધારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો નફો થયો છે. એટલે કે કુલ ડીએ 31 ટકા સુધી પહોંચ્યું છે. તેને આ મહિનાની સેલેરી સાથે અપાશે.
DAની સાથે HRA પણ વધ્યું
સરકારે મોંઘવારી ભથ્થાને વધારવાની સાથે કેન્દ્રીય કર્મચારીના હાઉસ રેન્ટમાં પણ વધારો કરવાના આદેશ આપ્યા છે. નિયમના આધારે HRA એટલા માટે વધારાયું છે કે મોંઘવારી ભથ્થું 25 ટકા વધ્યું છે. કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ એલાઉન્સને પણ વધારીને 27 ટકા સુધી કર્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરે 7 જુલાઈ 2017ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો તેમાં કહેવાયું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધારે થયું છે તો હાઉસ એલાઉન્સ પણ રિવાઈઝ્ડ કરવામાં આવે. 1 જુલાઈથી ડિયરનેસ એલાઉન્સ વધીને 28 ટકા થયું છે તો HRA પણ રિવાઈઝ્ડ કરવું જરૂરી છે.