ઈકો ગાડીના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર પિતા-પુત્રનાં મોત,અને 1ને ઇજા

Views 182

ઈકો ગાડીના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર પિતા-પુત્રનાં મોત,અને 1ને ઇજા

દેત્રોજ તાલુકાના કુકવાવ ગામે જાંબુડા તળાવના વળાંક પાસે ઈકો ગાડીના ડ્રાઈવરે એક બાઈકને ટક્કર મારી હતી, જેમાં બાઈક પર સવાર પિતા અને પુત્રના મોત થયાં હતાં. અને એક યુવતીને ઇજા પહોંચી હતી. અને આ ઘટનાથી ગામલોકોમાં જન્માષ્ટમીનો ઉમંગ શોકમાં ફેરવાઇ ગયો હતો.
દેત્રોજના કુકવાવ ગામે જાંબુડા તળાવના વળાંક પાસે થયેલા અકસ્માતની ઘટનામાં ઈકો ગાડી નંબર (જીજે 38 બીબી 7487) ના ચાલકે બાઈક નંબર (જીજે 38સી 7127)ને ટક્કર મારતાં બાઈક ચાલક બાપુસિંહ કિર્તિસંગ સોલંકી અને તેમના પુત્ર દિવ્યરાજસિંહ બાપુસિંહ સોલંકીને ગંભીર ઇજા પહોંચી હતી, અને જેમાં બંને પિતા અને પુત્રનાં મોત થયાં હતાં. જ્યારે ગોરલબા ભરતસિંહ સોલંકીને ઇજા પહોંચી હતી. દેત્રોજ પોલીસે ભરતસિંહ સોલંકીની ફરિયાદ આધારે ઇકોચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

                                                                       અહેવાલ – કિરણગીરી ગોસ્વામી 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *