આઝાદી ના વર્ષો બાદ વિકાસ માટે તરસતું રતનપુર ગામ, સ્થાનીક સમસ્યાઓ નો નિકાલ ન આવતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન ”
ભારત દેશ આઝાદ થયો આઝાદી બાદ જમ્મુ કાશ્મીર થી લઇ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળી ની સમસ્યાઓ દૂર થઈ હાલ ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે સાથે દેશ નું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વ મા અગ્રેસર રહ્યું છે ત્યારે આજ ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ ગામ એવા રતનપુર મા રોડ પાણી અને વિવિધ સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે કોઈ જ પગલા ન લેતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે
દાંતા તાલુકા નું દાંતા ગામ પાસે આવેલું રતનપુર ગામ વિકાસની દ્રષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે આ ગામમાં વિવિધ પ્રકારના સરપંચ અને તલાટી કામગીરી કર્યા બાદ પણ આ ગામની સમસ્યા ઠેરની ઠેર રહી છે હાલમાં થોડા જ વરસાદમાં આ ગામના રસ્તાઓ ઉબડ ખાબડ થઇ ગયા છે ગામમાં પંચાયત ઓફિસની સામેજ એટલા ઉકરડાની લાઈનો લાગી છે એના કારણે ગંદકીએ માઝા મૂકી છે ગંદકીના કારણે ટાઇફોઇડ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થી કોઈ બીમાર પડે તો તેની જવાબદારી કોની ?વધુમાં ગામમાં દબાણ દારોએ એટલું દબાણ કર્યું છે કે રસ્તા પણ દેખાતા બંદ થઈ ગયા છે જાણે રસ્તો અહીંયાજ પૂરો થયો હોય આ ગામમાં તલાટી પણ આંખ આડા કાન કરી રહ્યા છે આ ગામમાં રાજકીય નેતાઓ પણ પોતાના વોટ માટે ગ્રામજનો ઉપયોગ કરી પાંચ વર્ષ માટે જતા રહે છે આ ગામની સમસ્યાઓથી ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઇ ગયા છે આવનારા દિવસોમાં આ બાબતે કાયમી નિકાલ નહી આવે તો ગ્રામજનો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે.
અહેવાલ લાલજી ઠાકોર દાંતા
આઝાદી ના વર્ષો બાદ વિકાસ માટે તરસતું રતનપુર ગામ, સ્થાનીક સમસ્યાઓ નો નિકાલ ન આવતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન
Views 124