- આઇપીએસ જ નહીં, એસીપી અને નિવૃત્ત અધિકારી પણ ફસાયા
- સોશિયલ મીડિયામાં ફોટો-પોસ્ટ પર કમેન્ટ માટે અધિકારીઓની ખ્વાહિશ
- આઇપીએસપાસેથી રૂ.એક કરોડ પણ આ યુવતીએ પડાવ્યા
અમદાવાદમાં ઘોડેસવારીની ટ્રેનિંગના નામે રૂપસુંદરીએ ચાર આઇપીએસ સહિત કેટલાય પોલીસ અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા છે. જેમાં માત્ર આઇપીએસ જ નહીં, એસીપી અને નિવૃત્ત અધિકારી પણ રૂપસુંદરીના મોહપાશમાં ફસાયા હતા. તેમાં સોશિયલ મીડિયામાં ફોટો-પોસ્ટ પર કમેન્ટ માટે અધિકારીઓની ખ્વાહિશ રહેલી છે.
યુવતીને ખુશકરવાની ખ્વાહિશ પણ વધી જતી
ગુજરાતના પોલીસ તંત્રમાં ચાર આઇપીએસ અધિકારીને રૂપરૂપના અંબાર સમી ઈન્દોરની યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ તેના મોહપાશમાં ગુજરાત પોલીસના આઇપીએસ જ નહીં પરંતુ પીઆઇ, પીએસઆઇ, એસીપી કક્ષાના અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ સુદ્ધાં ફસાયા હોવાની માહિતી સાંપડી છે. આ યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જ્યારે પણ તે પોતાનો નવો ફોટો મુકે ત્યારે તેના પર લાઈક આપી, કમેન્ટ કરી આ યુવતીને ખુશકરવાની ખ્વાહિશ પણ વધી જતી હોવાનું જાણવા મળ્યું છે.
માત્ર આઇપીએસ જ નહીં, એસીપી અને નિવૃત્ત અધિકારી પણ રૂપસુંદરીના મોહપાશમાં
મધ્યપ્રદેશના ઈન્દોરની આ યુવતી આઠ મહિના અગાઉ કરાઇ એકેડમીમાં ઘોડેસવારીની ટ્રેનિંગ માટે આવી હતી. ઘોડેસવારીની ટ્રેનિંગ દરમ્યાન છ આઇપીએસ તેના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેણે આઇપીએસ અધિકારીઓ સાથે વાતચીત કરીને મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે આઇપીએસ અધિકારીઓને વોટ્સએપ પર વાતચીત કરીને ઉત્તેજક ફોટો મોકલતી હતી. જેથી સૌંદર્યરસનું પાન કરવાની ખ્વાહિશ ધરાવતા આઇપીએસ અધિકારીઓ હનીટ્રેપમાં ફસાયા હતા. ચારપૈકી એક આઇપીએસ જેમના નામથી આરોપી થરથર કાપતા તેવા આઇપીએસપાસેથી રૂ.એક કરોડ પણ આ યુવતીએ પડાવ્યા હતા. માત્ર આઇપીએસ નહીં પરંતુ પીઆઇ, પીએસઆઇ, એસીપી અને નિવૃત પોલીસ અધિકારીઓના સંપર્કમાં પણ આ યુવતી હોવાનું સોશિયલ મીડિયાથીસામે આવ્યુ છે. હનીટ્રેપનો મામલોચાલી રહ્યો હોવા છતાં તે હાલમાં પણ અનેક પોલીસ અધિકારીને સોશિયલ મીડિયામાં મેસેજ કરીને હનીટ્રેપનો શિકાર શોધી રહી હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યુ છે.