ખેલ રત્ન એવોર્ડ હવે વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિજેતા રેસલર બજરંગ પૂનિયાએ રમત મંત્રાલય અને પુરસ્કાર સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ખેલ રત્ન માટે તેના અંક વધુ હોવાછતાં તેને આ એવોર્ડ માટે યોગ્ય માનવામાં આવ્યો નહીં. સરકારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન (0 પોઈન્ટ) અને વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (44 પોઈન્ટ)ને સંયુક્ત રીતે ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, વિરાટ કોહલીના ખાતામાં શૂન્ય પોઈન્ટ હોવાનું કારણે એ છે કે, ક્રિકેટર્સને આ એવોર્ડ આપવા માટે કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યો નથી. ક્રિકેટ ઓલ્મિપિક સ્પોર્ટ્સ નથી. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, સમિતિ માટેના 11 સભ્યમાંથી 8 એવોર્ડ માટે કોહલીના નામ પર સહમત હતા.
3 વર્ષથી શાનદાર ફોર્મમાં છે કોહલી, 2016 અને 2017માં પણ એવોર્ડ માટે થયો હતો નોમિનેટ
– ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અન્ય રમતો કરતા ઘણી વધારે છે. વિશ્વનો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન વિરાટ કોહલી છેલ્લા 3 વર્ષથી શાનદાર ફોર્મમાં છે.
– આ અગાઉ 2016 અને 2017માં પણ આ પુરસ્કાર માટે વિરાટ કોહલીના નામનું સૂચન મોકલવામાં આવ્યું હતું.
– કોહલીના નામે 71 ટેસ્ટ મેચમાં 23 સદી સાથે 6147 રન છે, જ્યારે 211 વનડે મેચમાં તેણે 9779 રન બનાવ્યા છે, જેમાં 35 સદી સામેલ છે.
– ઈન્ટરનેશન ક્રિકેટમાં સદી મામલે કુલ 58 સદી સાથે તે ભારતીય બેટ્સમેનોની લિસ્ટમાં માત્ર સચિન તેંડુલકર (100)થી જ પાછળ છે.
– કોહલી તે ગણતરીના ખેલાડીઓમાં સામેલ છે જેણે ખેલ રત્ન એવોર્ડ પહેલા પદ્મ શ્રી એવોર્ડ (2017) મેળવ્યો છે. ટીમે તેના નેતૃત્વમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝ-શ્રીલંકાને તેમના ઘરઆંગણે માત આપી હતી.
વર્લ્ડ ક્રિકેટમાં છે વિરાટ કોહલીનો દબદબો, એજ કારણે તેને મળશે ખેલ રત્ન એવોર્ડ
Views 75