T-20 વર્લ્ડકપ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી કરી જાહેર

Views 139

આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ નવા અવતારમાં દેખાશે

BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી જાહેર કરી

 આ કીટને બિલિયન ચીયર્સ જર્સી નામ આપવામાં આવ્યું.

T-20 વર્લ્ડકપનો પ્રાંરભ થવામાં ગણતરીનો દિવસો બાકી છે. IPLઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL) અંતિમ તબક્કામાં છે. આ વખતે T-20 વર્લ્ડકપ આરબ અમીરાત અને ઓમાનની ધરતી પર રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ નવા અવતારમાં જોવા મળશે. આ વર્લ્ડ કપમાં ટીમ નવી જર્સીમાં જોવા મળશે. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી જાહેર કરી છે. આ કીટને બિલિયન ચીયર્સ જર્સી નામ આપવામાં આવ્યું છે. આ જર્સી 1992 વર્લ્ડકપ પેટર્નની જર્સીને મળતી બનાવામાં આવી છે. જર્સીનો કલર નેવી બ્લૂ રાખવામાં આવ્યો છે. BCCIએ નવી જર્સી લોન્ચ કરતા કે.એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને બુમરાહનો નવી જર્સી સાથે ફોટો મુકીને એક ટ્વિટ દ્વારા લોકોને આ નવી જર્સી વિશે જાણાકારી આપી છે.
ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ સ્પોન્સર્સ એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા આ જર્સી લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું આ માત્ર એક ટીમ નથી, તેઓ ભારતનું ગૌરવ છે. આ માત્ર જર્સી નથી, તે એક અબજ ચાહકોનો આશીર્વાદ છે. ટીમ ઇન્ડિયાને ચિયર્સ કરવા તૈયાર રહો. BCCIએ થોડા દિવસો પહેલા જ જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાની નવી જર્સીની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે, T-20 વર્લ્ડકપ-2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં થશે. તેની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી તેના સુપર 12 તબક્કાની શરૂઆત કરશે.BCCI provides official update on Team India's new T20 World Cup jersey |  Cricket - Hindustan Times
T-20 વર્લ્ડકપ-2021 ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેન્ટર તરીકે જોડ્યા છે. T-20 વર્લ્ડકપમાં ધોની ટીમ ઇન્ડિયાના માર્ગદર્શકની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે, ધોની BCCI પાસેથી આ માટે કોઈ ફી લેશે નહીં. ધોનીના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી BCCI સેક્રેટરી જય શાહે તેમનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં T-20 વર્લ્ડકપ જીત્યો હતો. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની અદભૂત સિલસિલો અહીંથી શરૂ થયો. આ પછી 2011 ICC વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી 28 વર્ષ પછી ભારતને મળી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *