સુપરસ્ટાર શાહરૂખ ખાન પૂર્વ પીએમ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને ભાવુક બની ગયો હતો. અટલજીના નિધનના ન્યૂઝ સાંભળીને શાહરૂખે સોશ્યિલ મીડિયામાં ઈમોશનલ મેસેજ પોસ્ટ કર્યો હતો. શાહરૂખના મતે, તેના પિતા દિલ્હીમાં યોજાતી અટલજીની દરેક સ્પીચ/પોએટ્રટીમાં તેને લઈને જતા હતાં. આટલું જ નહીં એક્ટરના ઘરમાં અટલજીને બાપજી કહેવામાં આવતા હતાં.
આ છે શાહરૂખનો પૂરો લેટરઃ
”જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મારા પિતા મને દિલ્હીમાં યોજાતી અટલજીની દરેક સ્પીચમાં સાથે લઈને જતા હતાં. કેટલાંક વર્ષો પહેલાં મને તેમને મળવાનો અવસર મળ્યો હતો. અને તેમની સાથે કવિતા, ફિલ્મ્સ, રાજનીતિ તથા ઘુંટણમાં દર્દ અંગે ચર્ચા કરીને લાંબો સમય પસાર કર્યો હતો. મને પડદાં પર તેમની કવિતા પર એક્ટ કરવાની તક મળી હતી. ઘરમાં તેમને પ્રેમથી બાપજી કહીને બોલાવવામાં આવે છે. આજે દેશને પિતા સમાન વ્યક્તિ અને મહાન નેતાને ગુમાવી દીધા છે. ખાસ કરીને મેં મારા નાનપણનો એક હિસ્સો, મોટા થવાની યાદો, હાસ્ય તથા તેમની કવિતાઓ ગુમાવી છે. મારા શરૂઆતી જીવનમાં તેમનો પ્રભાવ પડ્યો, તે વાતને લઈ હું મારી જાતને નસીબદાર માનું છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તેમના પરિવાર તથા મિત્રો માટે સંવેદના વ્યક્ત કરું છું. તમાર હસતો ચહેરો હંમેશા યાદ આવશે બાપજી”
‘ક્યા ખોયા ક્યા પાયા’માં શાહરૂખે કર્યું હતું કામઃ
શાહરૂખ ખાને આલ્બમ ‘સંવેદના’માં અટલ બિહારીની વાજપેયીની કવિતા ‘ક્યા ખોયા ક્યા પાયા’માં એક્ટ કર્યું હતું. આ કવિતાની ભૂમિકા અમિતાભ બચ્ચને રજૂ કરી હતી અને અવાજ જગજીત સિંહે આપ્યો હતો. નોંધનીય છે કે 16 ઓગસ્ટ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સાંજે અટલજીનું નિધન થયું હતું. તેઓ 11 જૂનથી ત્યાં સારવાર હેઠળ હતાં.
શાહરૂખ ખાને અટલજીને યાદ કરીને કરી ઈમોશનલ પોસ્ટ; કહ્યું, ''તમે હંમેશા યાદ આવશો બાપજી''
Views 55