પોતાને જનોઈધારી હિન્દુ ગણાવનાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો આજકાલ મંદિરો તરફનો ઝુકાવ વધી રહ્યો છે.
કોઈપણ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મંદિરોમાં દર્શન કરવા પહોંચી જતા રાહુલ ગાંધી હવે અગાઉ કરેલા વાયદા પ્રમાણે માનસરોવર યાત્રાની તૈયારી કરી રહ્યા છે.
હાલમાં કેરાલાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી ત્યાંથી પાછા ફરીને કૈલાસ યાત્રાએ જવા માટે રવાના થશે. મહત્વની વાત એ છેકે આ યાત્રા રાહુલ ગાંધી નેપાળ નહી પણ ચીનના રસ્તે કરશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના પ્રચાર દરમિયાન રાહુલે કહ્યુ હતુ કે વિમાન મુસાફરી દરમિયાન પ્લેન અચાનક જ ઉંચાઈ ગુમાવીને હજારો ફૂટ નીચે આવી ગયુ ત્યારે અચાનક ભગવાન શંકર યાદ આવી ગયા હતા અને તે જ વખતે માનસરોવરની યાત્રા કરવાનુ રાહુલે નક્કી કરી લીધુ હતુ.
ચીનના રસ્તે રાહુલ ગાંધી કરશે કૈલાસ, માનસરોવર યાત્રા
Views 64