ધોનીએ ફરી સંભાળી ટીમ ઇન્ડિયાની કમાન,રોહિત શર્માએ જીતી લીધા દિલ

Views 71

એમએસ ધોની અફઘાનિસ્તાન સામે એશિયા કપમાં ફરી એક વખત ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહ્યો છે. ધોની 696 દિવસ પછી ભારતની કેપ્ટન્સી કરતો જોવા મળ્યો હતો. ધોનીએ અંતિમ વખતે 29, ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડ સામે વન ડેમાં વિશાખાપટ્ટનમમાં કેપ્ટન્સી કરી હતી.ધોનીની કેપ્ટન તરીકે આ 200મી વન ડે મેચ છે. ધોનીએ ટોસ દરમિયાન કહ્યું કે, ‘મને ખરેખર વિશ્વાસ નહતો કે હું અહી ઉભો છું, આ મારા નિયંત્રણમાં નહતું. 200 મેચમાં કેપ્ટન્સી કરવી સારૂ છે’.
ધોની ફરી સંભાળી રહ્યો છે ટીમની કમાન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર 4 મુકાબલામાં એમએસ ધોની ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહ્યો છે. ધોનીએ 2 વર્ષ પહેલા કેપ્ટન્સીમાંથી રાજીનામુ આપી દીધુ હતું તે બાદ વિરાટ કોહલી ટીમનો કેપ્ટન બન્યો હતો. જોકે, વિરાટ કોહલીને એશિયા કપ 2018 માટે આરામ આપવામાં આવ્યો હતો અને રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં ભારતની કેપ્ટન્સી કરી રહ્યો હતો પરંતુ અફઘાનિસ્તાન સામેના મુકાબલામાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે જેને કારણે ધોની ફરી એક વખત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બન્યો હતો.
આ માટે ધોની બન્યો ફરી કેપ્ટન
અફઘાનિસ્તાન સામે ભારતના બન્ને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન નથી રમી રહ્યાં.બીજી તરફ ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને પણ આરામ આપવામાં આવ્યો છે. એશિયા કપમાં રોહિત શર્મા ભારતનો કેપ્ટન છે જ્યારે શિખર ધવન વાઇસ કેપ્ટન છે. આ બન્ને ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હોવાથી કેપ્ટનની જવાબદારી ફરી ધોનીના ખભા પર આવી હતી. ટીમમાં લોકેશ રાહુલ, મનિષ પાંડે, દીપક ચહર, ખલીલ અહેમદ અને સિદ્ધાર્થ કૌલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દીપક ચહર પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *