હિંદુઓ એક સાથે આવશે, ત્યારે જ પ્રગતિ થશે: મોહન ભાગવત

Views 72

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે કહ્યું, “હિંદુઓ ક્યારેય સાથે નથી થતા. તેમનું એકસાથે ભેગા થવું મુશ્કેલ છે. હિંદુ હજારો વર્ષોથી પ્રતાડિત થઇ રહ્યા છે, કારણકે તેઓ પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવાનું અને આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે. આપણે સાથે થવું પડશે. હિંદુ સમાજ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે તે સમાજના રૂપમાં કામ કરશે.” તેમણે કહ્યું કે હિંદુ કોઇનો વિરોધ કરવા માટે નથી જીવતા, પરંતુ કેટલાક લોકો પણ હોઇ શકે છે, જેઓ હિંદુઓનો વિરોધ કરે છે.
કાર્યક્રમમાં મોદી સરકારમાં નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પાનગઢિયા પણ હાજર રહ્યા. ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ, અભિનેતા અનુપમ ખેર, આરએસએસના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે, ઇન્ફોસિસના પૂર્વ ડાયરેક્ટર ટીવી મોહનદાસ પાઈ, બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામા પણ ઉપસ્થિત હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *