અમદાવાદના SGVP સ્વામિનારાયણ મંદિરની યજ્ઞશાળામાં 400 ઋષિમુનિઓએ જનોઈ બદલી

Views 63

SGVP સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 400 ઋષિકુમારો દ્વારા સામૂહિક નૂતન યજ્ઞોપવીતનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત 400 ઋષિકુમારોએ પોતાના સ્કંધ ઉપર યજ્ઞોપવીત ધારણ કરી, ગાયત્રી મંત્ર તથા સૂર્યનારાયણના મંત્રને સિદ્ધ કરી શરીરની દેહ શુદ્ધિ કરી હતી. શ્રાવણી પૂર્ણિમા એટલે બ્રાહ્મણો માટે ઉત્સવનો દિવસ કહેવાય છે. આ દિવસે જ બ્રહ્મર્ષિ વિશ્વામિત્રે ગાયત્રીનાં દર્શન કર્યાં હતાં, માટે જ આ દિવસ બ્રાહ્મણો માટે ઉત્સવનો દિવસ ગણાય છે. આ શ્રાવણી પૂનમને દિવસે ભૂદેવો તેમની જનોઈ–યજ્ઞોપવીતને શાસ્ત્રોક્ત વિધિ સાથે બદલે છે અને નૂતન યજ્ઞોપવીત ધારણ કરે છે. આને ઉપાકર્મ વિધિ પણ કહેવામાં આવે છે.
હેમાદ્રિ સંકલ્પો પણ લેવાયા
સૂર્યનારાયણના મંત્રને સિદ્ધ કરી, શરીરની શુદ્ધિ માટે પંચગવ્ય ગોમય, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘીથી સ્નાન કરી દેહ શુદ્ધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન પોતાનાથી જાણતા કે અજાણતા જે કાંઈ કાયિક, વાચિક કે માનસિક પાપ થયા હોય, તેની નિવૃત્તિ માટે હેમાદ્રિ સંકલ્પ કરવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *