અમદાવાદમાં જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે ત્યારે તેના ડમી કોચ આગામી બે ત્રણ દિવસમાં અમદાવાદમાં લાવવામાં આવશે. જેને સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકોને નિહાળવા માટે મુકવામાં આવશે.
હાલમાં આ કોચનુ મુંદ્રા પોર્ટ ખાતે આગમ થઈ ચુક્યુ છે. અમદાવાદમાં મેટ્રોનુ કામ પુરઝડપે ચાલી રહ્યુ છે. જેમાં પહેલા તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો રુટ જાન્યુઆરીમાં ચાલુ કરવાની યોજના છે. આ રૂટ 6 કિલોમીટરનો છે.
બે વર્ષથી અમદાવાદમાં મેટ્રોનુ કામ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં મેટ્રો પ્રોજેક્ટ માટે તબક્કાવાર 407.18 કરોડ અને 946.83 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીમાં 2717 કરોડનુ રોકાણ રાજ્ય સરાકર કરવાની છે.
અમદાવાદીઓને રિવર ફ્રન્ટ પર જોવા મળશે મેટ્રો ટ્રેનના કોચ
Views 58