ઓસી.માં લિસ્ટ-એ મેચમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ :શોર્ટના 148 બોલમાં 257 રન .

Views 56

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડી’એર્સી શોર્ટે ઓસ્ટ્રેલિયાની લીસ્ટ-એ મેચમાં 23 છગ્ગા અને 15 ચોગ્ગાને સહારે 148 બોલમાં 257 રન ફટકારીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો.
આ સાથે શોર્ટે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર વન ડે ક્રિકેટ મેચમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે લિસ્ટ-એ મેચમાં હાઈએસ્ટ સ્કોરના રેકોર્ડથી તે 11 રન જ દૂર રહી ગયો હતો.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના હર્સ્ટવિલે ઓવલમાં શોર્ટે તેની તોફાની ઈનિંગ રમી હતી. લિસ્ટ-એ મેચમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ ઈંગ્લેન્ડના બ્રાઉનના નામે છે, જેણે 2002માં ગ્લામોર્ગન સામેની મેચમાં સરે તરફથી રમતાં 160 બોલમાં 268 રન ફટકાર્યા હતા, જેમાં 30 ચોગ્ગા અને 12 છગ્ગા સામેલ હતા. શોર્ટે ઈનિંગમાં 23 છગ્ગા ફટકાર્યા હતા, જે લિસ્ટ-એ મેચોનો નવો રેકોર્ડ છે.
અગાઉ લિસ્ટ-એ મેચની ઈનિંગમાં હાઈએસ્ટ 17 છગ્ગા નોંધાયા હતા. મેન્સ ક્રિકેટની લિસ્ટ-એ મેચોમાં શોર્ટ કરતાં વધુ રન માત્ર બ્રાઉન અને રોહિત શર્માના જ છે. રોહિતે 2014માં શ્રીલંકા સામેની વન ડેમાં 264 રન ફટકાર્યા હતા.
શોર્ટે 83 બોલમાં સદી પુરી કરી હતી, જ્યારે બેવડી સદી પુરી કરવા 128 બોલ લીધા હતા. તે મેથ્યૂ કુહનેમાનની બોલિંગમાં વિકેટકિપર જીમી પેઈરસનના હાથે સ્ટમ્પ્ડ આઉટ થયો હતો. શોર્ટની તોફાની બેટીંગને પરીણામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમે 47 ઓવરમાં 387નો સ્કોર ખડક્યો હતો. જીતવા માટેના 388ના સ્કોરનો પીછો કરતાં ક્વિન્સલેન્ડની ટીમ 271માં ખખડી ગઈ હતી અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ 116 રનથી મેચ જીતી લીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *