LICનું વેલ્યૂએશન 10 લાખ કરોડનું જાળવવા સરકારનો વેલ્યૂઅર્સને નિર્દેશ

Views 117

સરકારે એલઆઈસીના આઈપીઓ માટે વેલ્યૂઅર્સને મહત્તમ વેલ્યૂ આંકવા માટે નિર્દેશ કર્યો

જાહેર ક્ષેત્રના વીમા સાહસનું વેલ્યુએશન રૂ. 10 લાખ કરોડનું હોવું જોઈએ

ઝોમેટોએ આઈપીઓમાં રૂ. એક લાખ કરોડનું વેલ્યૂએશન મેળવ્યું હતું.

ક્રૂડ ડિલિવરી કંપની ઝોમેટો તરફ્થી જબરદસ્ત આરંભિક જાહેર ભરણા(આઈપીઓ)માંથી પ્રેરણા લઈ સરકારે લાઈફ્ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)ના મહત્ત્વાકાંક્ષી આઈપીઓ માટે એડવાઈઝર્સ અને વેલ્યૂઅર્સને મહત્તમ વેલ્યૂ આંકવા માટે નિર્દેશ કર્યો છે. સરકારે તેમને જાહેર ક્ષેત્રના વીમા સાહસનું વેલ્યુએશન રૂ. 10 લાખ કરોડનું હોવું જોઈએ તેમ જણાવ્યું છે. ઝોમેટોએ આઈપીઓમાં રૂ. એક લાખ કરોડનું વેલ્યૂએશન મેળવ્યું હતું.
સરકાર મૂડી બજારમાં આઈપીઓ મારફતે એલઆઈસીમાં 10 ટકા હિસ્સો વેચાણ કરવા માટેનું વિચારી રહી છે. જો રૂ. 10 લાખ કરોડનું વેલ્યૂએશન નક્કી થઈ શકે તો સરકાર આઈપીઓમાં હિસ્સા વેચાણ મારફ્તે રૂ. એક લાખ કરોડ મેળવી શકે તેમ છે. જેમ થાય તો કેન્દ્ર સરકાર માટે નાણાકીય વર્ષ 2021-22 માટે તેણે બજેટમાં નક્કી કરેલાં રૂ. 1.75 લાખ કરોડના
ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવામાં સરળતા રહેશે. એપ્રિલથી અત્યાર સુધીમાં લગભગ સાત મહિનામાં તેણે ડિસઇન્વેસ્ટમેન્ટ મારફ્તે માત્ર રૂ. 9,110 કરોડ ઊભાં કર્યાં છે. જ્યારે એર ઇન્ડિયાના વેચાણની કામગીરી પૂર્ણ થશે ત્યારે તે વધુ રૂ. 2,700 કરોડ મેળવશે.
હાલમાં સરકારે નક્કી કરેલા મધ્યસ્થીઓ દેશના સૌથી મોટા ઇન્શ્યોરન્સની એમ્બેડેડ વેલ્યૂ(ઈવી) નક્કી કરવામાં સક્રિય છે. જે કંપનીના મૂલ્ય નિર્ધારણમાં ચાવીરૂપ બની રહેશે. સરકારે વેલ્યૂૂઅર્સ સાથેની બેઠકમાં ઝોમેટોના સફ્ળ લિસ્ટિંગ તથા તેના માર્કેટ-કેપના રૂ. એક લાખ કરોડને પાર કરી જવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *