IND vs NZ: ગુજરાતના આ ખેલાડીને ટીમમાં જગ્યા ના મળતા ‘ખોટું’ લાગ્યું? 

Views 119

બંને ટીમોમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટને સામેલ કરાયા નથી

ઉનડકટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની રમાયેલી દમદાર ઇનિંગ્સનો વીડિયો શેર કર્યો

ઉનડકટ હાલ સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરી રહ્યા છે


BCCI એ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ત્રણ ટી20 અને બે ટેસ્ટ મેચની ઘરઆંગણે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ હતી. પરંતુ બંને ટીમોમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટને સામેલ કરાયા નથી. જ્યારે તેઓ ઘરઆંગણાની ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. પોતાને નજરઅંદાજ કરતાં બાદમાં ઉનડકટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની રમાયેલી દમદાર ઇનિંગ્સનો વીડિયો શેર કરીને સિલેકટર્સ અને બીસીસીઆઈ પર ઇશારા-ઇશારામાં નિશાન સાંધ્યું છે.
આ વીડિયોને શેર કરવાની સાથે જ ઉનડકટે મજેદાર કેપ્શન લખ્યું છે કે બસ વધુ એક ફાસ્ટર બોલર્સ જે બેટિંગ કરી શકે છે. જો કે તેમણે BCCI કે સિલેકટર્સ માટે તો સીધું કશું જ લખ્યું નથી. પરંતુ તેમણે પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો.
ઉનડકટ હાલ સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરી રહ્યા છે. તેમણે ટ્વીટર પર પોતાની બેટિંગનો જે વીડિયો શેર કર્યો છે. જે ગયા સપ્તાહે હૈદરાબાદની વિરૂદ્ધ રમાયેલ મેચનો છે. આ મેચમાં ઉનડકટ 32 બોલમાં નોટઆઉટ 58 રનની ઇનિંગ્સ રમ્યા હતા. આ મેચમાં તેમણે મોહમ્મદ સિરાઝ જેવા બોલર્સની વિરૂદ્ધ પણ મોટા શૉટ્સ ફટકાર્યા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *