ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બદલાયેલા હવામાનના પગલે ચોમાસાની મોસમના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે ત્યારે બે દિવસ અગાઉ જિલ્લાના દહેગામ માણસા, કલોલ શહેર પાટનગરમાં પણ વરસાદે પોતાની મહેર કરી હતી.
આમ સોમવાર સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદની અવિરત ગતિ બુધવારે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી તો જિલ્લાના દહેગામ અને કલોલમાં પણ દિવસ દરમ્યાન વરસાદી ઝાપટા પડયા હતા. ત્યારે વરસાદી માહોલ વચ્ચે તાપમાનના પારામાં પણ વધઘટ નોંધાઈ રહી છે.
બુધવારે ભેજનું પ્રમાણ વધી જવાની સાથેસાથે લઘુતમ અને મહત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો ત્યારે દિવસ દરમ્યાન ઝરમર વરસાદની સાથે વરસાદી ઝાપટા યથાવત રહેતાં ઠંડક પણ પ્રસરી હતી ત્યારે આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ અનુભવવા મળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ
Views 67