મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે કેબિનેટ બેઠક
ગાંધીનગરમાં સવારે 10-30 કલાકે બેઠક
કેબીનેટમાં ગ્રેડ પે આંદોલન મુદ્દે ચર્ચા

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે જ્યારે ગ્રેડ પે આંદોલન જોર શોરમાં છે. આથી આ બેઠક ખુબજ મહત્ત્વપૂર્ણ રહેશે. ગાંધીનગરમાં સવારે 10-30 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. કેબીનેટમાં ગ્રેડ પે આંદોલન મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
ખેડૂતોને અપાતી વીજળી અને અછતને લઈ સમીક્ષા કરવામાં આવશે. તહેવારો સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ બાબતે પણ મંથન કરવામાં આવશે. તહેવારો નજીક હોવાથી ખોટી ભીડ કરીને કોરોના ફરી ન વકરે તે જોવા તંત્ર શુ પગલા લેશે અને કેવી રીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ તે અંગે બેઠકમાં મહત્ત્વપૂર્ણ ચર્ચા યોજાશે.
18 વર્ષથી નીચેના બાળકોના વેક્સિનેશન તૈયારી સંદર્ભે ચર્ચા પણ હાથ ધરાશે. કેબીનેટમાં નીતિવિષયક બાબતો પર ચર્ચા થશે. હાલ ગ્રેડ પે આંદોલન ચર્ચામાં છે આ મામલે સરકારના શું પગલા હશે તે પણ મહત્ત્વનું રહેશે.