વાઘોડિયાના લીલોરા ગામમાંથી પાંચ દિવસ અગાઉ 7 દિવસના નવજાત શિશુનું અપહરણ થયું હતું.
બિહારના આર્મી જવાનને 4 લાખમાં શિશુ વેચ્યું : મહિલા સાથે 7 પકડાયા
જરોદના કાળીદાસને 90 હજાર, પ્રવીણને 10 હજાર, રમણને 500 મળ્યાં.
વાઘોડિયાના લીલોરા ગામમાંથી પાંચ દિવસ અગાઉ 7 દિવસના નવજાત શિશુનું અપહરણ થયું હતું.અપહરણકર્તાઓએ બિહારનાં નિઃસંતાન આર્મી જવાને રૂ. 4 લાખમાં શિશુને વેચ્યું હોવાનો ઘટસ્ફેટ થયો છે. પોલીસે આર્મી જવાન અને મહિલા સહિત સાત જણને પકડયાં છે.
શિશુના અપહરણમાં સ્થાનિક પોલીસ સહિત ન્ઝ્રમ્, ર્જીંય્ અને ડોગ સ્કવોડની ટીમ કામે લાગી હતી. પોલીસે નિઃસંતાન દંપતીઓ, તાંત્રિક વિધિ કરનાર ભૂવાઓ, 108–ખિલખિલાટ વેનના કર્મચારીઓ અને જરોદ રેફરલ હોસ્પિટલના સ્ટાફ સહિત 100 શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. પાંચેક મહિનાથી નવજાળ બાળકની તપાસ કરતો કલ્પેશ રાઠોડની પોલીસને માહિતી મળી હતી.
કલ્પેશ પરિચીત બિહારના નિઃસંતાન આર્મી જવાન માટે બાળક શોધતો હતો. કલ્પેશે તેના ફતેગંજના પરિચીત પ્રવિણનો સંપર્ક કર્યો અને પ્રવિણે કોટંબીના કાળીદાસ ઉર્ફે કાળીયાનો સંપર્ક કર્યો હતો. કલ્પેશ, કાળીદાસ અને મહિલા સહિત પાંચ જણે શિશુના અપહરણનો પ્લાન ઘડીને તા.21મીના કાળીદાસ, મહેશ અને રમણે બાળકનું અપહરણ કર્યું હતું. ત્રણેય ઉપરાંત પ્રવિણ અને તેની પત્નીએ બાળકને કલ્પેશને આપ્યું હતું. કલ્પેશે રૂ.4 લાખમાં આર્મી જવાન નરેન્દ્ર સાથે બાળકનો સોદો કર્યો હતો. બાળકનો કબ્જો મળતા નરેન્દ્રએ કલ્પેશને નાણાં ચુકવ્યાં હતાં. કાળીદાસને રૂ.90 હજાર, પ્રવિણને રૂ.10 હજાર અને રમણને રૂ.500 મળ્યાં હતાં.
પોલીસે બાળકનો કબજો તેના માતા–પિતાને સોંપ્યો
પોલીસની એક ટીમ હવાઈમાર્ગે બિહાર પહોંચી હતી. પોલીસે બિહારના રોહતાસમાં સ્થાનિક પોલીસની મદદથી લાન્સ નાયક નરેન્દ્રના ઘરે પહંોચી હતી. પોલીસને નરેન્દ્ર પાસેથી 6 દિવસ બાદ બાળક હેમખેમ મળ્યો હતો. સાંજે પોલીસની ટીમ બાળક અને લાન્સ નાયક નરેન્દ્રને હવાઇમાર્ગે લઈ વડોદરા આવી પહોંચી હતી. મોડી સાંજે પોલીસે બાળકનો કબ્જો તેના માતા-પિતાને સોંપ્યો હતો.
