CBIએ કહ્યું- વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં કરવો મોટી ભૂલ હતી

Views 58

ભાગેડુ લિકર વેપારી વિજય માલ્યાના દેશ છોડવા વિશે સીબીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું છે કે, લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવા એક મોટી ભૂલ હતી. ત્યારે નોટિસમાં માલ્યાની અટકાયતના બદલામાં ચેતવણી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેથી માલ્યા દેશ છોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. લુકઆઉટ નોટિસમાં ફેરફાર કરવાનું કારણ એ હતું કે, તે સમયે માલ્યા તપાસમાં સહકાર આપતો હતો અને તેના વિરુદ્ધ કોઈ વોરંટ નહતું.
માલ્યા ત્રણ વાર પૂછપરછ માટે રજૂ થયો
સૂત્રોએ જણાવ્યું કે માલ્યાએ ઓક્ટોબરમાં વિદેશની યાત્રા કરી. ત્યારબાદ નવેમ્બરમાં પરત આવ્યો. પછી ડિસેમ્બરના પહેલા અને અંતિમ સપ્તાહમાં બે યાત્રાઓ કરી અને ત્યારબાદ જાન્યુઆરી 2016માં પણ એક યાત્રા કરી. આ દરમિયાન તે ત્રણ વાર પૂછપરછ માટે રજૂ થયો, કારણ કે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. તે એકવાર નવી દિલ્હીમાં અને બે વાર મુંબઈમાં હાજર થયો. એવામાં સીબીઆઈને એવો અંદેશો નહોતો કે માલ્યા દેશ છોડીને ચાલ્યો જશે.
2016થી માલ્યા લંડનમાં

માલ્યા માર્ચ 2016થી લંડનમાં છે. બેંકોના 9000 કરોડ રૂપિયાનો દેવાદાર માલ્યાની વિરુદ્ધ ભાગેડી આર્થિક અપરાધી કાયદા હેઠળ મામલો ચાલી રહ્યો છે. ઈડી નવા કાયદા હેઠળ માલ્યાને ભાગેડુ જાહેર કરી અને 12,500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવા માંગે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *