પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને મોંઘવારીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ બંધની જાહેરાત કરાઈ છે, ત્યારે તેઓ રાજઘાટ પહોંચ્યા છે. રાહુલ ગાંધી માનસરોવરની યાત્રા પર ગયા હતા જ્યાંથી પરત ફરીને સીધા તેઓ સમર્થન માટે રસ્તા પર ઉતરી આવ્યાં છે.
બદલાવવાની છે સરકાર: મનમોહન સિંહ
– વિપક્ષી દળોના તમામ નેતાઓ દિલ્હીના રામલીલા મેદાન પર ધરણાં પર બેઠાં છે.
– રામલીલા મેદાન પર યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા.
– પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, “તમામ વિપક્ષી દળોએ એક થવાનું છે, નાના મુદ્દાઓને ભૂલીને લોકોએ અવાજ ઉઠાવવો પડશે.”
– મનમોહન સિંહે કહ્યું કે, સરકાર બદલવાનો સમય આવવાનો છે, મોદી સરકાર દરેક મોર્ચે ફેલ રહી છે.
80નું પેટ્રોલ, 800 રૂપિયાનો ગેસ, કઈ દુનિયામાં છે PM :રાહુલ ગાંધી
Views 63