ઓસ્ટ્રેલિયાના 16 વર્ષના છોકરાએ એપલની સિસ્ટમ હેક કરી

Views 66

૧૬ વર્ષનો ઓસ્ટ્રેલિયન છોકરો એપલ કંપનીનો ફેન હતો અને ભવિષ્યમાં એપલમાં કામ કરવા ઈચ્છતો હતો. પોતાની કુશળતા બતાવવાના ચક્કરમાં એ છોકરાએ ભલભલા હેકર્સ ન કરી શકે એવું કામ કર્યું હતું એપલની સુરક્ષા સિસ્ટમ હેક કરી બતાવી હતી. ઓસ્ટ્રેલિયાના સીડનીમાં બનેલી ઘટના પ્રમાણે એક ૧૬ વર્ષનો છોકરો એપલનો પ્રશંસક હતો. તેને ભવિષ્યમાં એપલમાં નોકરી કરવાની ઈચ્છા હતી. તેની પાસે બે એપલના લેપટોપ પણ હતા. તેને પોતાની કુશળતા બતાવવી હતી એટલે તેણે એપલની સૌથી સુરક્ષિત ગણાતી સિસ્ટમ હેક કરી નાખી હતી.
પોલીસના કહેવા પ્રમાણે છોકરા પાસેથી બે લેપટોપ મેળવવામાં આવ્યા હતા અને તેમાંથી હેકી હેક હેક નામની એક ફાઈલ મળી આવી હતી. એ ફાઈલમાંથી જ એપલનું સર્વર વર્ષમાં ઘણી વખત હેક કર્યું હોવાના પુરાવા મળ્યા હતા. ફાઈલમાંથી ૯૦ જીબી ડેટા પણ મળી આવ્યો હતો. તેણે સર્વર હેક કર્યા પછી તેના સ્ક્રીનશોટ લીધા હતા અને પોતાની કુશળતા બતાવવા માટે મિત્રોને વોટ્સએપમાં એ સ્ક્રીનશોટ શેર કર્યા હતા!  આ ઓસ્ટ્રેલિયન ટીનેજરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. એપલે જોકે ડેટા ચોરી થયાની વાતનો ઈનકાર કર્યો હતો. એપલે કહ્યું હતું કે તમામ ગ્રાહકોનો ડેટા સલામત છે. હા, સર્વર અજાણ્યા સ્થળેથી એક્સેસ કરવાનો પ્રયાસ થયો હતો, પણ ડેટા સુરક્ષિત છે.
એ છોકરાએ પોતાની ઓળખ છુપાવવા માટે વીપીએનનો ઉપયોગ કર્યો હતો, પણ એપલ કંપની તેના લેપટોપના સીરિયલ નંબરની મદદથી તેના સુધી પહોંચવામાં સફળ રહી હતી. એપલે એફબીઆઈની મદદ લીધી હતી અને એફબીઆઈએ ઓસ્ટ્રેલિયન પોલીસની મદદથી છોકરા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
એફબીઆઈએ તે અંગે વધુ કશુ કહેવાનો ઈનકાર કર્યો હતો. આ કેસની ઓસ્ટ્રેલિયામાં ૨૦મી સપ્ટેમ્બરે સુનાવણી થશે. એપલની સુરક્ષા સિસ્ટમ સૌથી સુરક્ષિત હોવાનો દાવો થાય છે. ભલભલા હેકર્સ માટે જે કામ અઘરું ગણાય છે તે કામ એક ૧૬ વર્ષના છોકરાએ કરી બતાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *