ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ કૃષ્ણ મેનનમાર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. હવે તેમના દેહને અંતિમ દર્શન માટે બીજેપી હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ બીજેપી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. બીજેપી હેડક્વાર્ટરથી જ અટલજીની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવશે.
રાજઘાટ પર મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્થળ નજીક 4 વાગે અટલ બિહારી વાજપેયીજીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
બપોરે એક વાગે અટલજીની અંતિમ યાત્રા શરૂ થશે, જે રાજઘાટ સુધી જશે. ત્યાં મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક 4 વાગે અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
અમેરિકા, ચીન, પાકિસ્તાન, બ્રિટન અને બાંગ્લાદેશે દુખ વ્યક્ત કર્યું
પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના નેતા અને વડાપ્રધાન બનવા જઈ રહેલા ઈમરાન ખાને કહ્યું કે, અટલ બિહારી વાજપેયી રાજકારણનું એક મોટું વ્યક્તિત્વ છે. ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરે તે માટે તેમણે કરેલા પ્રયત્નોને હંમેશા યાદ કરવામાં આવશે. ચીનના રાજદૂત લુયો હાઓહુઈએ ટ્વિટ કર્યું છે કે, અટલ બિહારી વાજપેયીના નિધનથી ખૂબ દુખ થયું. ભારત સ્થિત અમેરિકી એમ્બેસેડરે કહ્યું, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ તેમના શાસનકાળમાં અમેરિકા સાથે મબજૂત સંબંધો પર જોર આપ્યું હતું. બ્રિટન અને જાપાનના રાજદૂતે કહ્યું કે, તેઓ વૈશ્વિક નેતાઓમાંથી એક હતા. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશના લોકોમાં પણ અટલ બિહારી વાજપેયીને ખૂબ લોકપ્રિય હતા.