18માં એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે ભારતે બે મેડલ મેળવ્યા હતા. પહેલવાન બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત શૂટિંગમાં 10 મીટરમાં એર રાઇફલની પેર ટીમ ઇવેન્ટમાં અપૂર્વી ચંદેલા અને રવિકુમારે કાંસ્ય પદક મેળવ્યો હતો.
ભારતીય નિશાનેબાજ દિપક કુમારે એશિયન ગેમ્સ 2018માં બીજા દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં દિપકે 247.7 અંક મેળવતા બીજા સ્થાને રહ્યા હતા. જ્યારે ચીનના શૂટર યાંગ હાઓરાને એશિયન ગેમ્સ રેકોર્ડ અંક 249.1 સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ચીન તાઈપેઈના શાઓચુઆન 222.8 અંક સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતો. આ સ્પર્ધામાં રવિ કુમાર મેડલ ન મેળવી શક્યા અને ચોથા સ્થાને રહ્યા. ભારતને શૂટિંગમાં આ બીજો મેડલ છે.
10 મીટર એર રાઇફલમાં અપૂર્વી ચંદેલાથી ઘણી આશા હતી પરંતુ તે ફાઈનલમાં 186.0 અંક સાથે પાંચમા સ્થાને રહી હતી.
Asian Games : શૂટર દિપક કુમારે જીત્યો સિલ્વર મેડલ
Views 67