પંચમહાલ પાવાગઢ પોલીસ દ્વારા ખાનગી રાહે બાતમીના આધારે મુલધરી ગામની સીમમા વોચમાં હતા તે દરમિયાન 62600 ના મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરવામાં આવી છે

Views 88

પંચમહાલ પાવાગઢ પોલીસ દ્વારા ખાનગી રાહે બાતમીના આધારે મુલધરી ગામની સીમમા વોચમાં હતા તે દરમિયાન 62600 ના મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરવામાં આવી છે
પંચમહાલ પાવાગઢ પોલીસ દ્વારા ખાનગી રાહે બાતમીના આધારે મુલધરી ગામની સીમમા વોચમાં હતા . તે દરમિયાન અરાદ ગામ તરફથી મુલધરી ગામ તરફ આવતા તે ઈસમ ને એકટીવા નંબર GJ 17 BM 1765 ને ઊભા રાખી તેનું નામઠામ પૂછતા આરોપી (૧ ) નીતિનભાઈ મહેન્દ્ર ભાઈ પરમાર રહે મુલધરી તા. હાલોલ ના હોવાનું જણાવ્યું. એક્ટીવા ની સીટ ખોલાવી ડીકીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૨ ની કુલ ટોટલ કિંમત રૂપિયા ૧૨,૬૦૦/- તથા એકટીવા ની કુલ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ /- હજાર મળી કુલ કિંમત રૂપિયા ૬૨,૬૦૦ /- ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ કરતા તેમજ સદર મુદ્દામાલ કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા પોતાના પિતા આરોપી ( ૨ ) મહેન્દ્ર ભાઈ મગનભાઈ પરમાર નાઓએ સદર મુદ્દામાલ મંગાવેલ હોવાનું જાણવા મળ્યું.
આરોપી ( ૧ ) ને હાલમાં કોરોના વાયરસ ની મહામારી ચાલતી હોય જેથી નામદાર હાઇકોર્ટના નિર્દેશાનુસાર તેને પહેલા covid-19 ટેસ્ટ કરાવવો જરૂરી હોય જેથી તેનો covid-19 ટેસ્ટ કરાવવા તાજવીજ કરેલ છે. અને આરોપી ( ૨ ) ને સદર મુદ્દામાલ મંગાવી ગુન્હો કરેલ હોવાથી જેની વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *