શહેરા તાલુકાના શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 વર્કશોપ બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાયો…

Views 75

શહેરા તાલુકાના શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 વર્કશોપ બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાયો…
શહેરા તાલુકાની 150 ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ, 40 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને વિશાળ ફલક પર વિસ્તરીત કરવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સહયોગથી સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 વર્કશોપ બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાયો. ડાયટ પંચમહાલ સિનિયર લેક્ચરર ઉમેશ ચૌહાણે સમગ્ર વર્કશોપનું સંચાલન કર્યું હતું. તજજ્ઞ નિતેશ રાઠોડે Inspire Mamak Award – 2020 માટે કેવી રીતે નોમિનેશન કરવું, એક શાળાના વધુ પાંચ વિદ્યાર્થીઓ નોમિનેશન કરી શકે, On line કામગીરી કેવી રીતે કરવી, વિદ્યાર્થીઓની કઈ કઈ માહિતી અપડેટ રાખવી જેમાં ફોટોગ્રાફ 2 MB, બેંક વિગત, જન્મ તારીખ, ધોરણ, જે વિચાર સબમિટ કરવાનો છે, તેની PDF ફાઈલ 300 શબ્દોમાં, નવોચારનો વીડિયો કે ફોટોગ્રાફ, વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ દસ હજાર જેટલા રૂપિયા, નેશનલ કક્ષાએ એક લાખ સુધીની રકમ મળે શકે સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તાલુકાના 3 સી.આર.સી.કો.ઓર્ડીનેટર, 7 ઇનોવેટિવ શિક્ષકો પણ આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. Meet એપ્લિકેશન દ્વારા તાલુકાના મેથ્સ સાયન્સ શિક્ષકો અને રસ ધરાવતા શિક્ષકો, સી.આર.સી.કો.ઓર્ડીનેટર તમામને On line માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના પ્રાચાર્ય હિતેશ એન.દવે સાહેબે આ Meet મિટિંગ માધ્યમથી જોડાઈને વધુમાં વધુ શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે, સમાજ સુખાકરી, સમાજના કલ્યાણની વાત, રસોડાની વાત હોય, ઈકો કલબની વાત, લાઈફ સ્કિલની વાત, યોગ કે આર્યુવેદની વાત હોય વગેરે સંદર્ભે નવોચાર અને વિચારો વ્યક્ત કરી Inspire Mamak Award – 2020 ભાગ લેવા માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતા. વિશેષમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારની બાળકો અને શિક્ષણના હિતમાં થઈ રહેલી વર્તમાન પ્રવૃત્તિઓ અને કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.
બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર. પરમારે શહેરા તાલુકાના શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 અંતર્ગત વધુમાં વધુ શાળાઓના શિક્ષકો પોતે અંગત રસ લઈ વિદ્યાર્થીઓને પોતાના નવોચાર વ્યક્ત કરવા માર્ગદર્શન આપી તેમના વિચારો જાણી નવીનતા, વ્યવહારિકતા, સામાજિક ઉપયોગિતા અને પર્યાવરણ અનુકૂલન વગેરે સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપે તેવી મહેચ્છા અભિવ્યક્ત કરી હતી. તેમને વધુમાં Inspire Mamak Award – 2020 અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોડેલ સંદર્ભે વધુ માર્ગદર્શન માટે ઉદાહરણો સહિત સમજાવ્યું હતું. જેમાં વોશિંગ મશીનના મોડેલની રચના, ધરતી કંપ સૂચક યંત્રનું મોડેલની રચના, રોપ – વેનું વર્કિંગ મોડેલની રચના કે જેમાં નદી કે મોટા ડુંગરોની વચ્ચેથી અપડાઉન કરવા કેવી રીતે ઉપયોગ કરવો, વોટર એર કુલરની રચનાનું વર્કિંગ મોડેલ, વિધુત સુવાહક અને અવાહક પદાર્થોનો ઉપયોગ કરી સરળ રીતે મોડેલ બનાવવા વગેરે સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. શહેરા તાલુકાના તમામ શિક્ષકોની વર્તમાન કોરોના મહામારીના સમયે પ્રશંસનીયને કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા…
શહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 સંદર્ભે પ્રોત્સાહન મળી રહે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ પ્રતિબદ્ધ છે. તમામે રાષ્ટ્રગીત ગાઈને વર્કશોપ પૂર્ણ કરેલ હતો.
ડૉ.કલ્પેશ આર.પરમારબી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *