પંચમહાલ:- HBN TV NEWS ના એહવાલ ની અસરથી રામદેવ ખાતર ડેપો કાલોલ ને ખેતીવાડી વિભાગ દ્રારા નોટિસ આપવામાં આવી

Views 66

પંચમહાલ:- HBN TV NEWS ના એહવાલ ની અસરથી રામદેવ ખાતર ડેપો કાલોલ ને ખેતીવાડી વિભાગ દ્રારા નોટિસ આપવામાં આવી
તા.૨૮-૦૮-૨૦૨૦ ના રોજ મોટી શામળદેવી ના ખેડૂત જયેશભાઈ પરમાર ખાતર લેવા માટે રામદેવ ડેપો કાલોલ માં ગયા હતા. પરન્તુ ત્યાં ખાતરના નાણાં વધુ વસુલતા અને બીલની માંગણી કરતાં બિલ અને ખાતર દુકાનદાર દ્વારા બન્ને ના આપતાં ચાર પાંચ ખેડૂત મળી કાલોલ મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી.તેના અનુસનધાનમાં ખેતીવાડી અધિકારી દ્વારા ઓડિટ કરતાં રામદેવ એગ્રો ના દુકાનદાર દ્વારા રાસાયણિક ખાતર નિયત્રણ હુકમ-૧૯૮૫ ના વિવિધ ખડો હેઠળ કરેલ જોગવાઈઓ તેમજ લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન કરવામાં આવતું ન હોવાનું માલુમ પડ્યું હતું.
તેમાં સ્ટોક અને ભાવની ખરીદી લોકો સહેલાઈથી જોઈ શકે તે માટે પ્રદર્શિત કરેલ નહોતું.તથા
રાસાયણિક ખાતરના ખરીદનારને નિયત નમુનાનું બિલ આપવામાં આવતું નથી અને બિલમાં વિગતો પણ પૂરેપૂરી દર્શાવવામાં આવતી નથી તથા રાસાયણિક ખાતરની થેલી ઉપર છાપેલી તમામ વેરોઓ સહિતની મહત્તમ વેચાણ કિંમત કરતાં વધુ કિંમતે રાસાયણિક ખાતરનું વેચાણ કરવામાં આવે છે તથા સ્ટોક અને વેચાણ અંગેના માસિક પત્રકો સમય મર્યાદામાં સક્ષમ અધિકારી ને મોકલી આપવામાં આવતા નથી એ તમામ બાબતે ખેતીવાડી અધિકારી વહીવટી ફર્ટિલાઈઝર ઈનસ્પેક્ટર દ્વારા નોટિસ આપી રામદેવ ખાતર ડેપો ના માલીક પાસે ખુલાસો માગેલ છે.આ બાબતની જાણ કાલોલ અને હાલોલના એગ્રો ના વેપારીઓને થતાં સમગ્ર વેપારીઓમાં હલચલ મચી ગઈ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *